Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 01:13:09 AM IST
 

છેડતીના પ્રશ્ને દલિત અને બારોટ જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : છ ઘવાયા

Aug 18, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 244
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ,તા.૧૭

જેતપુર નવાગઢ ખાતે આવેલી શોલે હોટલ પાસે અગાઉ છેડતીના મુદે થયેલી માથાકૂટના કારણે બારોટ અને દલિત પરિવાર વચ્ચે ધોકા, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયાર સાથે ધીંગાણું ખેલતા બન્ને પક્ષના છ વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

  • પોલીસે બન્ને જૂથની ફરિયાદ પરથી સામસામા ગૂના નોંધ્યા

નવાગ્ઢ દાસી જીવણપરામાં શોલે હોટલ પાસે મધરાત્રે જૂની અદાવતના કારણે દલિત અને બારોટ પરિવાર વચ્ચે શસસ્ત્ર ધીંગાણું ખેલાયુ હતુ. જેમાં દિલીપ નરેશભાઈ ચૌહાણ (ઉ.વ.ર૪) હંસાબેન નરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) સામા પક્ષે લલીત ધનજીભાઈ વડીયાતર (ઉ.વ.ર૭) લખન ધનજીભાઈ (ઉ.વ.ર૯) પ્રેમજી નાથાભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) અને નગીન ગણપતભાઈ શ્રીમાળી (ઉ.વ.૩ર)ને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દિલીપની બહેન કિંજન અને તેની બહેનપણી સંગીતાની અગાઉ લખને છેડતી કરતા તે બાબતે બન્ને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને ગતરાત્રે આ બાબતે ફરી ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને પરિવાર ઘાતક હથિયાર સામે આમને સામને આવી જતા ધીંગાણુ ખેલાયું હતું. આ બનાવ અંગે જેતપુર પોલીસે બન્ને જૂથની ફરિયાદ પરથી સામસામા ગુના નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com