|
|
નહી મળી શકે લક્ષ્મણ જેવો વેરી વેરી સ્પેશીયલ
|
|
Aug 18, 2012
|
Sports
|
|
|
|
|
|
|
નવી દિલ્હી 18, ઓગસ્ટ
ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં આ સમાચારથી નિરાશા ફેલાઈ ગઈ છે કે વી. વી. એસ. લક્ષ્મણ ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદમાં 23 ઓગસ્ટે રમાનાર બે મેચોની સિરીઝ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી શકે છે. વેરી વેરી સ્પેશ્યલનું નામ મેળવનાર લક્ષ્મણ જેવું બીજું કોઈ મળી નહી શકે. દરેક રમતની ચમક સ્ટાર ખેલાડીઓના કારણે બની રહે છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ સાથે લક્ષ્ણની ઘણી યાદો જોડાયેલી છે જેને ક્યારે પણ ભૂલી નહી શકાય.
લક્ષ્મણની ઓસ્ટ્રેલીયા સામેની ઈવનીંગને કેવી રીતે ભૂલી શકાય જે તેને કોલકત્તામાં રમી હતી. ઈડન ગાર્ડનમાં સૌથી બેસ્ટ 281 રનની તેની રેકોર્ડ પારી બની ગઈ હતી. લક્ષ્મણના શાનદાર 58 અને 281 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલીયાને કોલકાતા ટેસ્ટ મેચમાં 171 રને હરાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં આ ત્રીજો મોકો હતો જેમાં ફોલોઅન બાદ જીત પ્રાપ્ત કરી હોય.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|