Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 08:53:07 PM IST
 

બિપાશાની કરિયરનો સઘળો મદાર 'રાઝ-૩' પર

Aug 18, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Raaz 3 Bipasa Basu Bollywood Emraan Hashmi comment     E-Mail     Print    
 
Viewed: 1413
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 18 ઓગસ્ટ

બિપાશા બસુ હાલમાં કરિયરના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વધતી વય, ઘટતાં ગ્લેમર અને નવી અભિનેત્રીઓ તરફથી મળી રહેલા પડકારો વચ્ચે તેની ઘણી ફિલ્મો હાલમાં બોક્સઓફિસ ઉપર ફ્લોપ રહી છે, તેની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'પ્લેયર્સ'માં બિપાશા સાથે ઘણા કલાકારો હોવા છતાં ફિલ્મને સફળતા હાથ લાગી નહોતી. 'જોડી બ્રેકર્સ' પણ ફ્લોપ રહી હતી, હવે બિપાશા ફરી એકવાર ભટ્ટ કેમ્પમાં પહોંચી ગઈ છે, તેની કરિયરની શરૃઆતમાં ભટ્ટ કેમ્પની 'રાઝ' ફિલ્મે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, હવે તેની 'રાઝ-૩' રિલીઝ થઇ રહી છે.

મહેશ ભટ્ટ પણ કહેવા લાગ્યા છે કે હાલમાં બિપાશા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને 'રાઝ-૩' તેના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોગાનુજોગ 'રાઝ-૩'માં બિપાશાની ભૂમિકા એક એવી અભિનેત્રીની જ છે કે જેની લોકપ્રિયતા ધીમે ધીમે ઘટી રહી છે, આ જ કારણસર બિપાશાએ પોતાની ભૂમિકા વધુ સારી રીતે અદા કરી હોવાનું મહેશ ભટ્ટનું માનવું છે. બિપાશાને ક્યારેય પણ શ્રેષ્ઠ અભિનેત્રી ગણવામાં આવી નથી પરંતુ 'રાઝ-૩' તેની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ શકે છે. 'રાઝ-૩' ઉપરાંત તે વધુ એક હોરર ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે, જેનું નામ 'આત્મા' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બિપાશા ગ્રાફિક્સ ડિઝાઈનરના રોલમાં જોવા મળશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com