મુંબઈ, 18 ઓગસ્ટ
નવેમ્બર, ૨૦૧૧માં એક્ટર એડમ શુલ્મેન સાથે સગાઈ કરી ચૂકેલી હોલિવૂડ અભિનેત્રી ૨૯ વર્ષીય એન્ન હેથવેનું કહેવું છે કે તે ૨૦૧૩ સુધીમાં લગ્ન કરી લેવાની યોજના ધરાવે છે પરંતુ હાલના તબક્કે લગ્નની તેની કોઇ યોજના નથી. એન્ન હેથવેની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે તે લગ્ન કરે અને બાળકોને જન્મ આપે તે પહેલાં તમામ કમિટમેન્ટ્સ પૂર્ણ કરી લેવા ઇચ્છે છે. હાલમાં તેણે અત્યંત વ્યસ્ત કાર્યક્રમનાં પરિણામસ્વરૃપે લગ્નની યોજના મોકૂફ રાખી છે.
લગ્નની યોજના મોકૂફ રહેવાથી તેનો ભાવિ ભરથાર શુલ્મેન પણ હતાશ નથી. નવેમ્બર, ૨૦૦૮થી એન્ન સાથે ડેટિંગ કરી રહેલો શુલ્મેન એન્નને સારી રીતે સમજે છે અને હાલમાં બન્ને પોતપોતાની કરિયર ઉપર વધારે ધ્યાન આપી રહ્યાં છે. અમેરિકન અભિનેત્રી એન્ન હેથવેએ ૧૯૯૯માં એક ટેલિવિઝન સિરીઝમાં એન્ટ્રી કરતાં પહેલાં ઘણા સ્ટેજ શો પણ કર્યા હતા, ત્યારબાદ તે ફિલ્મોમાં પ્રવેશી હતી, તેની યાદગાર ફિલ્મોમાં 'હેવોક', 'બ્રોકબેક માઉન્ટેન' અને 'ડાર્ક નાઈટ રાઈઝ્ડ'નો સમાવેશ થાય છે.