Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 01:52:27 AM IST
 

સ્વસ્થ દાંત : બાળકોની તંદુરસ્તીનો પાયો

Aug 18, 2012 Supplements > Health
 
comment     E-Mail     Print    
 
Viewed: 8165
Rate: 3.6
Rating:
Bookmark The Article

હેલ્થ ઇઝ વેલ્થ - ડો. ર્દિશની શાહ
દાંતમાં સડો કેવી રીતે થાય છે?

મોઢામાં રહેલા ખોરાકના કણો પણ જીવજંતુઓ (Micro Organisms) હુમલો કરે છે અને તેમાંથી એસિડ બને છે કે જે દાંત માટે હાનિકારક હોય છે. આ પ્રક્રિયા રાત્રે વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે જ્યારે આપણે ઊંઘમાં હોઈએ ત્યારે Micro OrganismsLke activity વધી જાય છે અને એસિડ પણ પુષ્કળ પ્રમાણમાં બને છે અને દાંતમાં ઝડપથી સડો થાય છે.

તમારા બાળકના દાંત તંદુરસ્ત રાખો તો બાળક સ્વસ્થ રહેશે અને તેની શારીરિક વૃદ્ધિ સારી થશે. વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે કે ભારતમાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં અડધાથી વધારે બાળકોને દાંતનો સડો હોય છે. આવાં બાળકોને તો હજુ દૂધના દાંત જ હોય છે. એ જ સડે તો કાયમી દાંત પણ ખરાબ થઈ શકે, જેના કારણે શારીરિક તંદુરસ્તી પર વિપરીત અસર થાય છે. દાંત અંગે ડેન્ટિસ્ટને વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો જોઈએઃ

* કયા પ્રકારના ખોરાકથી દાંત સડી શકે?

કેન્ડી, પીઝા, પિપરમીન્ટ, ચોકલેટ તેમજ ઠંડાં પીણાંમાં સ્ટાર્ચ અને સુગરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે અને તે ખાવાથી દાંતને નુકસાન થઈ શકે છે.

* બાળકના દાંતને તંદુરસ્ત રાખવા કેવો ખોરાક આપવો જોઈએ?

બાળકનો ખોરાક સંતુલિત હોવો જોઈએ. તેના ખોરાકમાં લીલા શાકભાજી, કઠોળ, તાજાં ફળ વગેરે જેવા રેષાયુક્ત (ફાઇબર્સ) વધારે પ્રમાણમાં હોવાં જોઈએ. સ્ટાર્ચ અને સુગરયુક્ત ખોરાક પ્રમાણમાં ઓછો આપવો. ગમે ત્યારે ગળી વસ્તુ ખાધા પછી મોઢું (મોં) કોગળા કરીને સાફ કરવું જોઈએ.

* બાળકને દાંતના દવાખાને ક્યારે લઈ જવાં જોઈએ?

બાળકને બધા જ દૂધના દાંત આવી ગયા પછી દર છ મહિને બાળકના દાંતની તપાસ કરાવવી જોઈએ. દૂધના દાંતની સાચવણી કાયમી દાંતની સાચવણી જેટલી જ મહત્ત્વની હોય છે. જો બાળકોના દાંતની સાચવણી કરવામાં આવે તો બાળકોના દાંતમાં સહેજ પણ રોગ ન લાગી શકે અને એક 'કેવિટી ડીજનરેશન'નું નિર્માણ થશે.

* માતા-પિતાએ તેમના બાળકના દાંતની સાચવણી માટે શું કરવું જોઈએ?

બાળક બ્રશ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકને યોગ્ય ખોરાક વિશે માહિતી આપવી જોઈએ. જો ડેન્ટિસ્ટ સલાહ આપે તો 'ફ્લોરાઈડ' અને ‘Pit-fissure sealant’ની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આટલું કરવાથી તમે તમારા બાળકને જીવનભર તંદુરસ્ત રાખવાની આદત પાડશો.

* Pit & fissure sealants એટલે શું?

દાંતને સડાથી બચાવવા માટે Pit & fissure sealants લગાવવામાં આવે છે. જો તમારું બાળક નિયમિતપણે બ્રશ કરતું હોય તો પણ દાંતના ઝીણા ખાડાઓને સાફ કરવું અઘરું હોય છે. આ fissuresમાં ખોરાકના કણ ફસાઈ fissures જાય છે અને જીવજંતુઓ (Micro Organisms) વધે છે. પરિણામે દાંતમાં સડો થાય છે. sealants ખોરાકના કણો અને Plaqueને જમા થવા દેતા નથી અને દાંતને સડાથી બચાવે છે.

Topical Flourideનો ફાયદોઃ

દાંતનો સડો રોકવા આનો ઉપયોગ થાય છે.
દાંત માટે સારી આદતોઃ
૧. વારંવાર નાસ્તો કરવો નહીં.

૨. સવારે અને સાંજે બે વખત સારી રીતે બ્રશ કરવું.

૩. જરૂર હોય તો દાંત પર sealants લગાડાવવા.
૪. બાળકને સંતુલિત ખોરાક આપવો.
૫. દર છ મહિને દાંતની તપાસ કરાવવી.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com