Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 04:42:33 PM IST
 

મહુવા તાલુકામાં ડાર્ક ફિલ્મ લગાવી ફરતી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ

Aug 18, 2012 Surat > Surat District
 
comment     E-Mail     Print    
 
Viewed: 216
Rate: 0
Rating:
Bookmark The Article

મહુવાટાઉન, તા. ૧૮

મહુવા તાલુકામાં ડાર્ક ફિલ્મ લગાવી ફરતા વાહનો સામે મહુવા પોલીસે લાલ આંખ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દરેક વાહનો પર લગાડવામાં આવેલી ડાર્ક ફિલ્મ પોલીસે દૂર કરાવી તેમની સામે દંડની કાર્યવાહી શરૂ કરી છે. જો કે, આમ છતાં હજી પણ સરકારી અઘિકારીઓ તથા રાજકીય આગેવાનો સામે ઢીલ દાખવવામાં આવી રહી છે.

  • સરકારી વાહનો, અધિકારીઓ તથા રાજકીય આગેવાનોના વાહનો સામે ઢીલ

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યના પોલીસવડાને ચેતવણી આપી છે કે વાહનોમાં રંગીન કાચનો ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. વાહનોના સેફ્ટી ગ્લાસ પર ચોંટાડવામાં આવેલી કાળી રંગીન ફિલ્મ અંગે વાહનચાલકો પાસે માત્ર દંડ વસૂલ ન કરે પરંતુ ચોંટાડવામાં આવેલી રંગીન કાળી ફિલ્મને તાત્કાલિક દૂર કરે.

આ અંગે ગુજરાત રાજ્યના પોલીસવડાએ વાહનોના રંગીન કાચનો ઉપયોગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે. જો કે, પોલીસ ખાનગી વાહનો સામે કાર્યવાહી કરે છે, જ્યારે તાલુકામાં ફરતા સરકારી વાહનો, અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનોની ગાડી પર ડાર્ક કલરની કાળી રંગીન ફિલ્મ લગાડી ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેની સામે પોલીસની ઢીલ વર્તાઈ રહી છે.

તાલુકામાં ફરતા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ પર ફેન્સી બનાવી ફરી રહ્યા છે. આમ કાળા રંગીન ફિલ્મ લગાડેલા વાહનોમાં બે નંબરી માલ સામાનની હેરાફેરી કરનારાઓને પણ મોકળું મેદાન મળી રહે છે ત્યારે તાલુકામાં ડાર્ક ફિલ્મ લગાડી ફરતા વાહનો પરથી ડાર્ક ફિલ્મ દૂર કરી તેમની સામે દંડનીય કાર્યવાહી કરી સરકારી આદેશનું પાલન કરાવે એવી પ્રજાની માગ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com