Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 06:12:41 PM IST
 

મુત્તૂટના ઠગ મેનેજરે આઇપીએલના સટ્ટા તથા જુગારમાં એક કરોડ ફૂંકી માર્યા હતા

Aug 18, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 327
Rate: 0
Rating:
Bookmark The Article

વલસાડ તા.૧૮

દેશભરમાં ગોલ્ડ સામે ધિરાણ આપવાનો ધંધો કરતી મુત્તૂટ ફિનકોર્પ લી. ની વલસાડ બ્રાંચના મેનેજર પરવેઝ નિસાર શેખે કંપનીના રૂ. ૫૫ લાખની ઉચાપત કરવા ઉપરાંત કંપનીના લોકરમાં મુકેલ ગ્રાહકોના સોનાના દાગીનાઓ પૈકી કુલ રૂ. ૨.૨૫ કરોડની કિંમતના ૮.૬૫૫ કિ.ગ્રા.ના દાગીનાઓની ઉઠાંતરી કરી હતી.

  • મિત્રો સાથે મુંબઈમાં બારગર્લ પાછળ લાખ્ખો રૂપિયા ઉડાડયાં
  • વાપી, ઉંમરગામ તથા પારડીમાં કેટલાક ફ્લેટો તથા પેટ્રોલપંપમાં પણ નાણાં રોક્યાની ચર્ચા

બાદમાં તેના ત્રણ મિત્રો કૈલાસ ગાપાલદાસ પંજવાણી, (ઉ.વ.૨૯, રહે. બલીઠા-વાપી, નિલેશ ધનસુખભાઇ વ્યાસ, રહે. અતુલ ફર્સ્ટગેઇટની સામે, તા.વલસાડ) તથા શૈલેષ અવધેશ મિશ્રા,( ઉ.વ.૨૮, રહે. પારડી)ની મદદથી મુત્તૂટ ફિનકોર્પ લી.ની દમણ બ્રાંચ ઉપરાંત ઇન્ડિયા ઇન્ફોસીસ ફાયનાન્સ લી. (આઇ.આઇ.એફ.એલ.)ની પારડી તથા વલસાડ બ્રાંચ અને મણપ્પુરમ ફાયનાન્સ લી.ની વલસાડ અને વાપી બ્રાંચમાં એ દાગીના ગિરવે મૂકી જમા કરેલ લગભગ એક કરોડ રૂ. જેટલી માતબર રકમ આઇ.પી.એલ.ની મેચો પર સટ્ટો રમવામાં ઉડાડી દીધી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલ માહિતી મુજબ પરવેઝ શેખ જુગાર રમવાનો શોખીન હોઇ લાખ્ખો રૂપિયા જુગારમાં ફૂંકી માર્યા હતાં. એટલું જ નહીં તો મિત્રો સાથે મુંબઇના ડાન્સબારમાં પણ લાખ્ખો રૂ. ઉડાડયા હોવાનું કહેવાય છે. જાણવા મળેલ માહિતી મુજબ પરવેઝ શેખ એ કંપનીને ચૂનો લગાડીને ભેગા કરેલ નાણાંમાંથી કેટલાક રૂપિયા તેના મિત્ર શૈલેષ મિશ્રા સાથે મળીને ઉંમરગામમાં પેટ્રોલપંપમાં ઉપરાંત ઉંમરગામ, વાપી તથા પારડીમાં કેટલાક ફ્લેટોમાં પણ રોક્યા હોવાનું ચર્ચાય છે.

આ ચંડાળ ચોકડીએ મુત્તૂટ ફિનકોર્પમાંથી ગપચાવેલ દાગીનાઓ કંઇ કંઇ બેંકોમાં ગિરવે મૂક્યા છે તેનું તેમને યાદ ન હોવાનું પોલીસને જણાવે છે. બેંકોમાં ગિરવે મૂકેલ દાગીના સામે અપાયેલ તમામ રસીદો પરવેઝના મિત્રોએ ફાડી નાંખી હોવાનું જાણવા છે. જેને પગલે અન્ય દાગીનાઓ શોધવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.

પોલીસના જણાવ્યાનુસાર, કંપનીના ઉચ્ચ અધિકારીઓને તેની ગંધ સુધ્ધા ન આવી તે બાબત આશ્ચર્ય ઉપજાવનારી  છે.

પરવેઝનું ભોપાળું બહાર આવતા ભાજપે નામ કમી કર્યું

જાણવા મળેલ ચોંકાવનારી માહિતી મુજબ, ભાજપ દ્વારા યુવા સંગઠનને મજબૂત બનાવવા માટે તાજેતરમાં જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્વામી વિવેકાનંદ સમિતિની રચના કરવાનું હાથ ધરેલ અભિયાન અંતર્ગત પારડી ભાજપએ પરવેઝ શેખનું નામ પણ આ સમિતિમાં નોંધીને પ્રદેશ કક્ષાએ મોકલી આપ્યું હતું.

પરંતુ ઠગાઇની હકીકત બહાર આવી જતાં યાદીને અંતિમ સ્વરૂપ અપાય તે પહેલાં તેનું નામ યાદીમાંથી કમી કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, ઠગ પરવેઝ શેખનો આરોપી મિત્ર શૈલેષ મિશ્રા વિશ્વ હિંદુ પરિષદનો સભ્ય હોઇ છેલ્લા ઘણાં સમયથી ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપતો હોવાનું પણ ચર્ચાય છે. પરંતુ બંનેની ગુનામાં સંડોવણી બહાર આવતાં પક્ષે પોતાના હાથ ઉંચા કરી દીધા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com