અમદાવાદ : ૧૮ ઓગસ્ટ ૨૦૧૨
બ્રિટિશ લાઈબ્રેરી ખાતે બે દિવસીય 'મેકિંગ શોર્ટ ફિલ્મ એન્ડ ડોક્યુમેન્ટરી' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં 'સ્ક્રિપ્ટ રાઈટિંગ','ડાયરેક્શન અને ટ્રીટમેન્ટ',' ફંડામેન્ટલ્સ ઓફ શૂટિંગ એન્ડ એડિટિંગ'ની સમજણ આપવામાં આવશે. પૂનાના મેનેજમેન્ટ ફિલ્મમેકર અને મીડિયા કન્સલ્ટન્ટ સલિલ દેસાઈ વર્કશોપ કન્ડક્ટ કરશે. તેઓ વિવિધ શોર્ટ ફિલ્મ્સનાં માધ્યમથી શોર્ટ ફિલ્મની ટિપ્સ અને ટ્રિક્સ સમજાવશે. ફિલ્મ મેકિંગના ક્રિએટિવ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા ૧૬ વર્ષથી મોટી ઉંમરના સભ્ય ૨,૫૦૦ રૂપિયા ભરીને ભાગ લઈ શકે છે. વર્કશોપમાં રજિસ્ટ્શનની લાસ્ટ ડેટ ૨૧ ઑગસ્ટ છે.
સ્થળ : બ્રિટિશ લાઇબ્રેરી, લૉ ગાર્ડન
સમય : સવારે ૧૦-૦૦થી સાંજે ૫-૦૦
તારીખ : ૨૫ અને ૨૬ ઑગસ્ટ