Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:22:02 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News અમદાવાદના અશોક ગજ્જર-ભારતીબેનનું ઉત્તરાકંડમાં મોત
 

ભુજ પાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માગ

Aug 19, 2012 Gujarat > Bhuj
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 283
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ,તા.૧૮

ભુજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી સ્ટાફની ઘટ છે, જેનાં કારણે વહીવટી કામમાં વિક્ષેપ પડી રહ્યો છે.પૂરતો સ્ટાફ ન હોવાના પગલે એક કર્મચારીને પોતાના ૃકામની સાથે અન્ય કર્મચારીનું કામ પણ સોંપી દેવામાં આવે છે.આમ મોટા ભાગનાં કર્મચારીઓને ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે.

  • ઓવરટાઇમના પગારમાં તો નવા કર્મચારીની નિમણૂક થઇ શકે

આ ઓવરટાઇમ કરતાં કર્મચારીઓનો પગાર જ એટલો છે કે, તેમાંથી જો નવો કર્મચારી નગરપાલિકા ધારે તો રાખી શકે છે તેવી ચર્ચાઓ કર્મચારીઓમાં થવા પામી હતી.

આ અંગે કચેરીનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી હિસાબી શાખા,પાણી શાખા,ગટર સહિતના વિવિધ વિભાગોમાં પૂરતો સ્ટાફ નથી, જેના પગલે કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે.કચેરીનું કામ સરળતાથી પૂર્ણ થઇ જાય તે માટે એક કર્મચારી પાસેથી બે કર્મચારીઓ જેટલું કામ કરાવવામાં આવે છે.

આમ મોટા ભાગનાં ક્લાર્ક તેમજ અન્ય કર્મચારીઓ ઓવરટાઇમ ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓને પગાર ઉપરાંત જે ઓવરટાઇમ મળે છે તેટલામાંથી જો નવા કર્મચારીની નિમણૂક કરવામાં આવે તો કર્મચારીઓ પર કામનું ભારણ ઓછું થઇ જાય તેમ હોવાનું કર્માચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

છેલ્લા અનેક સમયથી નગરપાલિકામાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થયા છે તે નિવૃત્ત થયેલા કર્મચારીઓની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવતી નથી અને વધારાના ટેબલનો ચાર્જ સંભાળીને ઓવરટાઇમ વસૂલવામાં આવી રહ્યો છે. જે બાબત તપાસનો વિષય બની છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com