Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 12:00:05 AM IST
 

KNOW YOUR SELF

Aug 19, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 3454
Rate: 4.0
Rating:
Bookmark The Article

Cover Story - Divyesh Vekaria

સફળતાના વિચારોને હકીકતમાં બદલવા માટે પોતાની જાતને જાણવી અતિઆવશ્યક છે. પરિશ્રમ, શ્રદ્ધા અને લગન તમને સફળતા અપાવી શકશે પણ તમારે માનવીય સફળતાને પ્રાપ્ત કરવી હશે તો તમારી જાતને પણ જાગૃત કરવી પડશે.

ટીવીની જાહેરાતો જોઇને જિવાતા જીવનમાં આજનો માનવી ક્યાં ખોવાઇ ગયો છે તેની કોઇને ખબર નથી. પોતે શું છે તેનાથી અધિક તેને બીજાની કહેલી વાત પર વિશ્વાસ છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે આ બ્રાન્ડનાં કપડાં ફિલ્મસ્ટારો પહેરે છે તો હું પણ એ જ પહેરીશ. પ્રશ્ન માત્ર તે કપડાં પહેરવા પુરતો નથી પણ તમને ઓળખવાનો છે. સફળતાને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ પોતાની જાતને ઓળખવી જરૂરી છે. પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા કે દરેક મનુષ્યએ પોતાની જાતને દરરોજ આ પ્રશ્ન પૂછવો જોઇએ કે Who Am I ? તમને તમારી ખામીઓ અને ખુબીઓની ઝીણવટપુર્વક ખ્યાલ હોવો જોઇએ. તમારી ખુબીઓને વધુ ઉજાગર કરો અને ખામીઓને દુર કરો. તમારી સફળતાના પાયામાં નિર્માણ થતું સામ્રાજ્ય તમને તમારી ઓળખ આપે છે. અને તે ઓળખ માટે તમારે પોતાને જાણવા સહજ છે. તમારામાં જ એક એવી વ્યક્તિ છે જે વિશ્વને હાથમાં કંઇક નવીન ચેતના આપવાની તાકાત ધરાવે છે.

તમને મળતો દરેક પડકાર તમને જગાડે છે પણ તેમાંથી પોતે શું છે તે કરોડોમાં કોઇક જ સમજી શકે છે? મોહનદાસ ગાંધી આફ્રિકામાં વકીલ જ હતા ત્યારે પણ તેઓ એ જ નિયમોનું પાલન કરતા હતા જે સહજ સ્વભાવ તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી રાખ્યો હતો. પણ એ મોહનદાસ મહાત્મા ક્યારે બન્યા? ટ્રેઇનમાંથી ધક્કા તો હજારો લોકોને પડતા હતા પણ મોહનદાસે માત્ર તેનો વિરોધ ના કર્યો પણ પૂરા આફ્રિકાને ઊભું કર્યું કે એક માનવી તરીકે તમારી સાથે હીન વ્યવહાર કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ટ્રેઇનના ધક્કા પહેલાંના અને ત્યારબાદના મોહનદાસમાં જમીન-આસમાનનો ફરક હતો શરીરથી નહીં પોતાની શક્તિનો, એ ધક્કો મોહનદાસને નહોતો લાગ્યો પણ પોતાના આત્મ સન્માનને અને ભારતને લાગ્યો હતો. મોહનદાસમાંથી મહાત્મા બનનાર એ મહાપુરુષે પોતાની જાતને ભારતના કણ કણમાં વહેતી કરી દીધી પણ તે પહેલાં તેણે મોહનદાસમાં છુપાયેલા મહાત્માને શોધ્યા! જરૂર માત્ર તમારામાં રહેલ કોણને શોધવાની છે? ક્યાંક તો તમારામાં પણ રમતવીર, બિઝનેસમેન કે નેતા બનનાર છુપાયેલ હશે જ ને નહીતર ખેતીમાં કામ કરનાર અમેરિકાના પ્રેસિડેન્ટ ક્યારેય ના બની શકે! અબ્રાહમ લિંકન જે બન્યા તે. જ્યારે પોતાને મેળવી લેશો ત્યારે દુનિયાને તમે આસાનીથી તમારી વાત કહી શકશો. બસ, સફળતાનું પણ કંઇક આવુ જ છે.

તમને જાણો

સફળ થવું તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે પણ મોટાભાગનાને તેમાં નિષ્ફળતા મળે છે. તેમાંનાં ઘણાં કારણોમાં બની શકે કે તેના આયોજનમાં અભાવ હોય, વાસ્તવિકતાને સમજી ના શક્યા હોય પણ આ બધું કેમ બને છે? આ બધા દોષો તો પછીના છે તેને પોતાની જ ખબર નથી. તમારો જન્મ ક્યાં અને કયા કુળમાં થયો તેનાથી મતલબ નથી પણ તમે તેને સાર્થક ના કરી શક્યા તે ઘણું બધું કહી જાય છે. બિલ ગેટ્સની એક બહુ પ્રચલિત પણ ઉમદા વાત છે અને તે વારંવાર કહે છે તમે જન્મથી ભલે ગરીબ રહ્યા હોય પણ તમારા અંતમાં ગરીબી ના હોવી જાઇએ. માનવામાં ના આવે તેવી વાત છે પણ હકીકત છે અને તે પણ ભારત દેશની ભૂમિ પરની. ઘેટાં-બકરાં ચરાવનાર ક્યારેય ભારત દેશનું શાસન કરી શકે? હા, અને કર્યું છે. એ હતા જેના નામ પરથી ભારત ભૂમિ પર એક યુગનું સર્જન થયું તે ચંદ્રગુપ્ત મૌર્ય. તેનામાં અથાગ શક્તિ હતી બસ, તેને આત્મશોધ તેના આચાર્ય વિષ્ણુગુપ્તે કરાવી કે તું એક રાજનો રાજવી બનવા માટે નથી જન્મ્યો તારે તો અખંડ ભારતની ભૂમિને દોરવણી આપવાની છે. પોતાને કમજોર સમજનાર કાયમી કમજોર જ રહે છે માટે હિંમતવાન બનીને ચંદ્રગુપ્ત બનો. જીવનનો નિર્વાહ કરવા જીવતા માનવી મનુષ્ય છે કે નહીં તે તો તેમણે જાણવું જોઇએ. જન્મથી મૃત્યુની સફર બધાની છે પણ તેમાં તમે એવું તો શું કર્યું કે ભવિષ્ય તમને ભૂતકાળના રૂપમાં યાદ કરે.

અડગ વિશ્વાસ

પોતાની શોધને જાણી જનાર અડગ વિશ્વાસથી ઉભરી આવે છે. તેને એ ખબર જ છે કે હું જે કરું છું તે દુનિયા માટે કંઇક નવીન બનવા જઈ રહ્યું છે. જે ઉંમરે લોકો પોતાની શરૂઆત કરે છે ત્યારે તમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળી જાય તો? આ એવોર્ડ મેળવવો ખૂબ કઠિન છે, કેમ કે જે ક્ષેત્રમાં તમે એવી સર્વાધિક સિદ્ધિ મેળવો અને તે પણ બહુમૂલ્ય પ્રતિષ્ઠા સાથે ત્યારે આ એવોર્ડ મળે. હું વાત કરી રહ્યો છું વિશ્વમાં સૌથી નાની વયે આ સન્માન મેળવનાર માઇકલ ફ્લેપ્સની. લંડનમાં ઓલિમ્પિક શરૂ થયો ત્યારે જ તેમની સફળતાની વાત કરી હતી આજે પણ તેમની સફળતાની જ છે. ૬ વર્ષના એ છોકરાએ હજારો પડકારોને પડકાર ફેંકીને માત્ર ૨૭ વર્ષની ઉંમરે સ્વિમર તરીકે વિશ્વને અલવિદા કહી દીધી. વિશ્વભરની રમતોની ગણતરી નથી કરતા માત્ર ઓલિમ્પિકની જ વાત કરીએ તો ખ્યાલ આવશે કે માઇકલ ફ્લેપ્સ ઓલિમ્પિકમાં ૨૨ મેડલ જીત્યા છે જે ઘણા દેશોનો ટોટલ નથી થતો ઘણાની ક્યાં વાત કરો છો પાકિસ્તાનના અત્યાર સુધીમાં ૧૦ મેડલ છે અને ભારત પાસે ૨૦ મેડલ છે. માઇકલ ફ્લેપ્સ વ્યક્તિગત મેડલોમાં તો સૌથી આગળ છે પણ જો તેની ગણતરી દેશોમાં કરવામાં આવે તો તે ૫૦મા નંબરનો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર દેશ બને.

ટકોર

ગુણવત્તાના માપદંડ બનો અને પોતાના વિચારોને બીજાનાં મંતવ્યો સામે ક્યારેય ડૂબવા ન દેતા.

- સ્ટીવ જોબ્સ
vekariadivyesh@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com