Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:44:14 PM IST
 

કંડલામાં નવો બોટલિંગ પ્લાન્ટ સ્થપાશે : ગાંધાર, ભાવનગરના પ્લાન્ટ બે શિફ્ટમાં ચલાવવા મંજૂરી

Aug 20, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1619
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૧૯

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ભારત સરકારના રાજ્યકક્ષાના પેટ્રોલીયમ મંત્રી આર.પી.એન.સિંઘે જણાવ્યું હતુ કે, ' આજે ગુજરાતમાં મેં પેટ્રોલીયમ કંપનીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં કેટલીક ટીવી ચેનલો પર એવી જાહેરાત આવે છે કે, કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે આ એક મોટું જુઠ્ઠાણું છે. સીંગે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં ગેસના ૧૩ બોટલીંગ પ્લાન્ટ છે તેમો ઉમેરો કરીને વધુ એક બોટલીંગ પ્લાન્ટ કંડલામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગર અને ગાંધારમાં એક શિફ્ટમાં બોટલીંગ પ્લાન્ટ ચાલે છે તેને હવેથી બે શિફ્ટમાં કાર્યરત કરાશે.'

કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના પેટ્રોલીયમ મંત્રી આર.પી.એન.સિંઘે જણાવ્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષમાં ૨૧૨૦ પેટ્રોલ પંપોને મંજુરી આપવામાં આવી તેમાંથી ૧૦૦૦ પંપો તો ગુજરાતમાં જ મંજુરી અપાઇ છે. એપીએમ (સસ્તો ગેસ) કવોટામાંથી ગુજરાતને ૨૧ ટકા, મહારાષ્ટ્રને ૧૭ ટકા, દિલ્હીને ૮ ટકા અને આંધ્રપ્રદેશને ૮ ટકા ગેસ ગેઇલ દ્વારા ફાળવવામાં આવે છે. તેવી રીતે જ ટોટલ માર્કેટ ગેસ પણ ગુજરાતને ૨૭ ટકા, મહારાષ્ટ્રને ૧૫ ટકા, દિલ્હી અને આંધ્રપ્રદેશને આઠ-આઠ ટકા ફાળવવામાં આવે છે.

આમ ગુજરાતને સૌથી વધુ ગેસ ફાળવવામાં આવે છે. આમ છતાં કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે તેવો ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે તેની હું નિંદા કરૂ છું'

સિંઘે વધુમાં જણાવ્યું કે, ' ગુજરાતમાં એક એડ કેમ્પેઇન ચાલી રહ્યું છે જેમાં જણાવવામાં આવે છે કે, ગુજરાતને કેન્દ્ર સરકાર ગેસની ફાળવણીમાં અન્યાય કરે છે પણ વાસ્તવિકતા એ છે કે, દેશમાં સૌથી વધુ ગેસનો જથ્થો ગુજરાતને ફાળવવામાં આવે છે. દેશના ઓટોમેટિક ગેસ સ્ટેશનો પૈકીના ૫૦ ટકા સ્ટેશનો ગુજરાતમાં છે. દેશના કુલ ગેસ પાઇપલાઇન કનેકશનોના ૫૦ ટકા ગેસ કનેક્શનો ગુજરાતમાં છે. વર્ષ ૨૦૧૦-૧૧માં ગુજરાતને સૌથી વધુ ૬૩.૨૫ ટકા એમએમએસસીએમડી ગેસ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રને ૨૫.૫૯, યુ.પી.ને ૨૪.૦૯, આંધ્રપ્રદેશને ૧૬.૭૮, દિલ્હીને ૬.૭૭ એમએમએસસીએમડી ગેસ ફાળવવામાં આવ્યો હતો. તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં ગુજરાતને ૫૧.૩૦ એમએમએસસીએમડી, મહારાષ્ટ્રને ૨૪.૬૧, યુપીને ૨૪.૩૦, આંધ્રપ્રદેશને ૧૫.૭૫, દિલ્હીને ૮.૪૦, ગેસ ફાળવવામાં આવ્યો હતો. ગુજરાતને કુલ ગેસના જથ્થાના ૩૩.૪૨ ટકા સૌથી વધુ ગેસ ફાળવવામાં આવ્યો હતો. ગુજરાતને ડોમેસ્ટીક ગેસનું એલોકેશન વર્ષ ૨૦૧૦-૧૧માં સૌથી વધુ ૩૯.૦૨ ટકા જ્યારે વર્ષ ૨૦૧૧-૧૨માં સૌથી વધુ ૩૩ ટકા કરાયું હતુ. ગુજરાતને સૌથી વધુ ગેસ કેન્દ્ર સરકારે ફાળવ્યો છે. ગુજરાતમાં સને ૧૯૮૯માં સ્વ.રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૩૫૦૦ કરોડના ખર્ચે પેટ્રોલીયમ સંકુલ ફાળવાયું હતુ.'

PNG મેળવનારે LPG જોડાણ પાછું આપવું પડશે

ગાંધીનગર : દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) મેળવનાર ગ્રાહકોએ પોતાની પાસે રહેલા રાંઘણ ગેસના જોડાણો (બાટલા) પરત જમા કરાવી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેનો હવે ચુસ્તીથી અમલ કરવા પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે, તેમ આજે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી આર.પી.એન.સિંઘે જણાવ્યું હતું. સિંઘે કહ્યું કે, ભારતમાં ૧૯ લાખ પીએનજી જોડાણો છે તેમાંથી ૧૦ લાખ પીએનજી જોડાણો એકલા ગુજરાતમાં છે આ સ્થિતિમાં અગાઉ એલપીજીનું જોડાણ ધરાવનારા ગ્રાહકો પૈકી ઘણાએ પોતાના જોડાણો સરન્ડર કરાવ્યા નથી એવુ ધ્યાન ઉપર આવ્યું છે.

દિલ્હી-મુંબઈના ભાવે ગેસઃ કાનૂની જવાબ અપાશે

ગાંધીનગર : ગુજરાત હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીનો નિકાલ કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને આદેશ કર્યો હતો કે, અમદાવાદ-ગુજરાતને દિલ્હી અને મુંબઇ શહેરોની માફક એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ (એપીએમ) મુજબ ગેસ ફાળવવો. ત્યારે હવે આ ચુકાદા પ્રમાણે ગુજરાત-અમદાવાદને ગેસ મળશે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી આર.પી.એન. સિંઘે કહ્યું કે, આ મુદ્દે અમારા મંત્રાલયના વકીલ જવાબ રજૂ કરશે. સબજ્યુડિસ મેટર હોવાથી તેના અંગે વધારે કંઇ કહી શકીશ નહીં.

પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં સિંઘે જણાવ્યું કે, ભારત સરકારે દરેક રાજ્યોને ખાસ કરીને ગુજરાતને દેશમાં ૪૦ ટકા જેટલો ગેસ ફાળવે છે. ગુજરાતના વિકાસમાં કેન્દ્ર સરકાર પૂરતો સહયોગ આપે છે એમ છતાં અહીંની સરકાર ભ્રામક પ્રચાર કરે છે વાસ્તવમાં કેન્દ્ર સરકારે આ ગેસને ઊર્જા, ખાતર તેમજ સ્થાનિક વપરાશ એમ ત્રણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાની નીતિ જાહેર કરી દીધી છે આ સિવાય ક્યાંય કેન્દ્ર દ્વારા ફળવાતો ગેસ વાપરી શકાતો નથી. કેન્દ્ર દ્વારા ફાળવાયેલો ગેસ આ અગ્રતા પ્રમાણે વાપરવો કે બીજી રીતે વાપરવો એ રાજ્યનો વિષય છે અને એટલે એમાં અમે માથુ મારતા નથી. પરંતુ મને જે માહિતી અપાઇ છે એ મુજબ ગુજરાત એપીએમ અને માર્કેટ ડિટરમિન્ડ ગેસના પુરવઠાને સ્પોટના ગેસના પુરવઠા સાથે ભેળવીને અન્ય ખાનગી વિતરકો મારફતે વેચાણથી આપે છે એટલે મોંઘો પડે છે. પત્રકારોએ જાણવા માગ્યું કે સાબરમતી ગેસ, ચારુતર ગેસ, જીએસપીસી ગેસ જેવી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને કેટલો ગેસ ફાળવવામાં આવે છે અને કયા ભાવથી અપાય છે જોકે, તેની વિગતો તેમની પાસે ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગેસની ફાળવણી પર એક નજર
૨૦૧૦-૧૧માં દેશમાં ફાળવણીઃ ૧૬૨.૧૦ MMSCMD
ગુજરાત ૬૩.૨૫
મહારાષ્ટ્ર ૨૫.૫૯
દિલ્હી    ૬.૭૭
આંધ્રપ્રદેશ ૧૬.૭૮
૨૦૧૧-૧૨માં દેશમાં ફાળવણીઃ ૧૫૩.૫૩ MMSCMD
ગુજરાત ૫૧.૩૦
મહારાષ્ટ્ર ૨૪.૬૧
આંધ્રપ્રદેશ ૧૫.૭૫
દિલ્હી    ૮.૪૦

ગેઇલ દ્વારા પૂરો પડાતો ગેસ એપીએમ ગેસઃ ૫૨ MMSCMD

ગુજરાત ૧૧.૧૦
મહારાષ્ટ્ર ૯.૦૦
દિલ્હી    ૪.૩૦
આંધ્રપ્રદેશ ૪.૩૦
માર્કેટ ડિટરમિન્ડ ગેસઃ ૬૫ MMSCMD
ગુજરાત ૧૭.૭૦
મહારાષ્ટ્ર ૯.૮૦
દિલ્હી    ૫.૧૦
આંધ્રપ્રદેશ ૫.૫૦
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com