Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:21:32 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

રબારીઓ પર હુમલો કરનારા સરપંચ સહિત ચાર ભરવાડોની ધરપકડ

Aug 20, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 774
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૯

કેલનપુર ગામની સીમમાં દાદા ભગવાનના મંદિર પાસે ગઇકાલે રતનપુરા ગામના ચાર ભરવાડોએ પાંચ રબારીઓ પર મારક હથિયારોથી હુમલો કર્યો હતો. ચારેય હુમલાખોરોની વરણામા પોલીસે ધરપકડ કરી છે.

  • ઢોરો ચરાવવાના મુદ્ મારક હથિયારોથી ઇજાઓ પહોંચાડી હતી

કેલનપુર ગામની સીમમાં ગઇકાલે ઢોરો ચરાવવા બાબતે કેલનપુર ગામના વાલજી રબારી અને ગોપાલ રબારી રતનપુર ગામના સરપંચ સહિત ત્રણ ભરવાડોની સાથે વાતચીત કરવા ગયા હતા. ત્યારબાદ તેઓ દાદા ભગવાનના મંદિર પાસે પહોંચ્યા હતા.

દરમિયાન રતનપુર ગામના સરપંચ હરી ભરવાડ, કવા ભરવાડ, જગદીશ ભરવાડ અને નાનુ ભરવાડ મારક હથિયારો સાથે ત્યાં ધસી ગયા હતા. અને વાલજી, ગોપાલ, શંકર, મહેશ અને ધુળા પર તૂટી પડયા હતા. આ પાંચ પૈકી બે જણને ગંભીર ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે વરણામા પોલીસે રતનપુર ગામના સરપંચ હરી ભરવાડ, કવા, જગદીશ અને નાનુની ધરપકડ કરી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com