Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:13:07 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

૧૧૦૦ વિદ્યાસહાયકોને પૂર્ણ અને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળશે

Aug 20, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 584
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગરતા.૧૯

૧૧૦૦ વિદ્યા સહાયકોને પૂર્ણ અને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સજ્જ બન્યુ હોવાનું જાણવા મળ્યુ છે.વિદ્યા સહાયકોને ઉચ્ચત્તર અને પૂર્ણ પગારમાં સમાવવા માટે આગામી તા.૨૧ના કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે.

  • કાલે વિદ્યા સહાયકોને ઉચ્ચત્તર પગારમાં સમાવવાનો કેમ્પ

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોને પૂર્ણ અને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મેળવનારા વિદ્યાસહાયકોની એક યાદી તાલુકા કક્ષાએથી મંગાવવામા આવી હતી.દરમિયાન શિક્ષણ વિભાગની ટીમ વિદ્યા સહાયકોની યાદીની તપાસ અને ઘટતી વિગતોને પૂર્તતા કરવા સંદર્ભે તાલુકા મથકે ગઈ હતી.જ્યા પહોચીને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરીને ઘટતી વિગતોની પૂર્તતા કર્યા બાદ શિક્ષણ વિભાગ ૧૧૦૦ વિદ્યા સહાયકોને પૂર્ણ અને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા માટેની યાદી તૈયાર કરાઈ છે.જે મુજબ પ્રાથમિક શાળાના ૧૧૦૦ વિદ્યા સહાયકોને પૂર્ણ અને ઉચ્ચત્તર પગાર ધોરણમા સમાવવા માટેનો કેમ્પ આગામી તા.૨૧ના બપોરના ૪ કલાકે કેમ્પ યોજવામા આવશે.આ કેમ્પમાં દરેક તાલુકા કક્ષાના સંઘના હોદેદારો,બીઆરસી અને હોદેદારોની ઉપસ્થિતિ રહેશે.

આજે ડીપીઈઓ ડીઈઓનો ચાર્જ સંભાળશે

જિલ્લા શિક્ષણાધિકારી રત્નુ રજા પર ઉતરી ગયા છે.તેથી ડીપીઈઓનો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારીને સોંપવામા આવ્યો છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ આવતીકાલ તા.૨૦ના ડીઈઓ તરીકેનો ચાર્જ સંભાળી લેશે.તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com