ભાવનગરતા.૧૯
ભાવનગર શ્વતામ્બર મૂર્તિપુજક તપાસંઘના ઉપક્રમે ૪૫ આગમોની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વરઘોડો દાદા સાહેબથી નિકળીને વિવિધ માર્ગ પર ફર્યો હતો.આ વિશાળ વરઘોડામાં વિવિધ આકર્ષક ફલેટ, બગીઓ, વિવિધ શણગારાયેલી ઉટગાડીઓ, વિવિધ પ્રાંતના વેશભુષા સાથે પાઠશાળાના બાલક અને બાલિકાઓ, ગજરાજ ઉપરાંત આકર્ષક એવી દાદાસાહેબ જિનાલયની આગમ પુરૂષ આદીની ઓબહુબ રચના પણ વરઘોડામાં જોડાઈ હતી.આ પ્રસંગે પૂ. શીલચંદ્ર સુરીશ્વરજી મ.સા.,પૂ.નિર્મળચંદ્ર મ.સા. અને પૂ.ભદ્રસેનજી સહિતના સાધુ-સાધ્વીજી અને વિશાળ શ્રાવક અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- બે દિસસીય મહાપુજા,અનુષ્ઠાન સંપન્ન,જૈન સમાજ ભાવવિભોર
ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપુજક તપાસંઘના ઉપક્રમે ૪૫ આગમોની ભવ્ય ઉજવણીરૂપે બે દિવસીય મહાપૂજા,અનુષ્ઠાન સાધુ અને સાધ્વીજી અને વિશાળ શ્રાવક અને શ્રાવિકાની ઉપસ્થિતિમા સંપન્ન થયા હતા.આ માંગલીક અવસરને લઈને સંઘમા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.આ આગમન યાત્રાનો લાભ લેનાર પરિવારના હર્ષા બેન રમેશભાઈ ગાઠાણી અને નિર્માળા બેન કાંતિલાલ વોરા અને ૪૫ આગમની પાલખી લઈને યુવાનો જોડાયા હતા.સુવર્ણક્ષરીય આગામો આજે બપોરના લાભાર્થી પરિવાર પૂ.શિલચંદ્ર મ.સા.ને અર્પણ કરવામા આવ્યુ હતું.