Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 07:48:44 PM IST
 

ગાંધીધામના કસ્ટમ્સ એજન્ટ દ્વારા કાર્ગો ક્લિયરન્સમાં બોગસ સર્ટિ. જોડી દેવાયા

Aug 20, 2012 Rajkot > Rajkot City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 499
Rate: 3.0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૧૯

કંડલા અને મુંન્દ્રા પોર્ટ પર ખાસ કરીને વિદેશ અને અખાતના દેશમાંથી આવતા એચ.એમ.એસ.ના કારગો સાથે જે પ્રિ-ઈન્સપેકશન ર્સિટફિકેટ જોડવાના હોય છે તે બોગસ પોતાની ઓફિસમાં બનાવી બાદમાં કસ્ટમ્સમાં રજુ કરી કાર્ગો કલીયર કરાવી લેવાનું એક વ્યવસ્થિત કૌંભાડ ડી.આર.આઈ.ના સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે અને થોકબંધ બોગસ પ્રિ-ઈન્સપેકશન ર્સિટફિકેટનો જથ્થો ગાંધીધામના એક કલીયરીંગ એજન્ટની ઓફિસમાં ઝડપી લેવામાં આવ્યો છે.હાલ ડી.આર.આઈ.દ્વારા આવા બોગસ ર્સિટફિકેટના આધારે કેટલા સમયથી કારગો કલીયર કરાવવામા આવી રહ્યો છે,અન્ય પોર્ટ પર બોગસ ર્સિટફિકેટ દેવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામા આવી છે

  • એચ.એમ.એસ.ની આયાતમાં પણ કસ્ટમ્સની આંખમા ધુળ નાખી
  • ૩૦૦થી વધુ બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યાનું ખુલ્યું : થોકબંધ બોગસ પ્રમાણપત્રો મળી આવ્યા

આજથી થોડાસમય પહેલા ઔરંગાબાદમાં આવેલ ભુષણ સ્ટીલ ફેકટરીમાં કંડલા પોર્ટ પરથી કલીયર કરવામા આવેલ એચ.એમ.એસ.ના કાર્ગોને મેલટીંગ માટે જયારે ભઠ્ઠીમાં નાખવામા આવ્યો ત્યારે તેમા બોંબ વિસ્ફોટ થયો હતો અને સાત માણસોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા ત્યારથી મીનીસ્ટ્રી દ્વારા પોલીસી બનાવી વિદેશમાંથી આવતા સ્ક્રેપ સાથે પ્રિ-ઈન્સપેકશન ર્સિટફિકેટ રાખવું ફરજિયાત બનાવવામા આવેલ છે.ખાસ કરીને વિદેશમાંથી આવતા એચ.એમ.એસ,સ્ટીલ,નોન ફેરો મેટલ સહિતની મેટલના સ્ક્રેપ સાથે જે તે આયાતકારને પ્રિ-ઈન્સપેકશન ર્સિટફિકેટ ફરજિયાત બનાવવામા આવ્યું હતું અને અને આ માટે અમુક સર્વે એજન્સીને નોટીફાઈડ કરવામા આવી હતી અને આ એજન્સીના ર્સિટફિકેટના આધારે કસ્ટમ્સ દ્વારા સ્ક્રેપ કલીયર કરવામા આવતો હતો,પણ ગાંધીધામ-કંડલા રોડ પર આવેલ ગોળાઈ પાસે કલીરીંગ એજન્સી ધરાવતા ફલેમીન શીપીંગના માલિકો દ્વારા વિદેશમાંથી આવાતા સ્ક્રેપ સાથે જે પ્રિ-ઈન્સપેકશન ર્સિટફિકેટ જોડવામા આવતા હતા તે ર્સિટફિકેટ તેમની ઓફિસમાં જ બનાવી બાદમાં કસ્ટમ્સમાં ફાઈલ કરવામા આવતી બીલ ઓફ એન્ટ્રી સાથે જોડી દઈને કાર્ગો કલીયર કરાવી લેવામાં આવતો હોવાની માહિતી ડી.આર.આઈ.ના સ્ટાફને મળી હતી.

આ માહિતીને આધારે ડી.આર.આઈ.દ્વારા ઉકત કલીયરીંગ એજન્ટની ઓફિસ તથા બંગલા પર પણ તપાસની કાર્યવાહી હાથ ધરતા થોકબંધ જુદીજુદી સર્વે કંપનીના ર્સિટફિકેટનો જથ્થો મળી આવ્યો હતો જે ડી.આર.આઈ.દ્વારા કબજે કરવામા આવેલ છે અને બે દિવસથી ચાલતી તપાસ આજે રવિવારે પણ ચાલુ રાખવામા આવી છે.આવા બોગસ ર્સિટફિકેટના આધારે કલીયરીંગ એજન્ટ દ્વારા કંડલા અને મુંદરા પોર્ટ પરથી હજારોની સંખ્યામા સ્ક્રેપના કન્ટેઈનરો કલીયર કરાવી નાખવામા આવ્યા હોવાનું ડી.આર.આઈ.ની તપાસમાં બહાર આવેલ છે.માત્ર કંડલા અને મુંદરા પોર્ટ પર જ નહીં બલ્કે દેશના અન્ય પોર્ટ પરથી પણ આ રીતે બોગસ ર્સિટફિકેટના આધારેકાર્ગો કલીયર કરાવી નાખવામા આવ્યો હોવાનું ડી.આર.આઈ.ની તપાસમાં બહાર આવ્યું છે.આ કૌંભાડમાં કલીયરીંગ એજન્ટની ધરપકડ કરવાના ચક્રો ડી.આર.આઈ.દ્વારા ચાલુ કરવામા આવ્યા છે

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com