અજમેર, 20 ઓગસ્ટ
મુસ્લિમોનાં પવિત્ર તહેવાર રમજાન ઈદનાં અવસર પર અજમેરનાં ખ્વાજા ગરીબની દરગાહનાં દરવાજા ખોલવામાં આવ્યાં છે. અજમેરમાં એવી માન્યતા છે કે દરગાહમાં આ દરવાજાની અંદર જનારને જન્નત પ્રાપ્ત થાય છે.
અજમેર દરગાહનાં દરવાજા સવારે 4.30 વાગે ખોલવામાં આવ્યાં હતાં, જ્યાં પહેલેથી જ લોકો રાત્રિથી લાઈન લગાવીને ઉભાં હતાં. આ દરવાજાની અંદર જવા માટે માત્ર દેશનાં જ નહીં વિદેશનાં મુસ્લિમો પણ આવે છે.
એવું કહેવાય છે કે અજમેરનાં ખ્વાજા નવાઝ પણ આ જ દરવાજાનો ઉપયોગ કરતાં હતાં અને તેમણે પોતાના શિષ્યોને પણ આ દરવાજા વિશે જણાવ્યું હતું. દરગાહનો આ દરવાજો 'જન્નતી દરવાજો' તરીકે ઓળખાય છે.
આ દરવાજો વર્ષમાં ચાર વખત ખોલવામાં આવે છે, જેમાંથી ત્રણ દિવસ આ દરવાજો એક દિવસ પૂરતો જ ખૂલ્લો રખાય છે અને ગરીબ નવાઝ ઉર્સનાં અવસર પર આ દરવાજો 6 દિવસો સુધી ખુલ્લો રાખવામાં આવે છે. ઈદને લઈને મુંબઈ અને બેંગ્લોરમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.