Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:55:54 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

પ.બંગાળમાં બ્લેડથી હુમલા બદલ સિનિયર્સની ધરપકડ

Aug 20, 2012 National
 
Tags:   West Bengale Hostel Student comment     E-Mail     Print    
 
Viewed: 396
Rate: 0
Rating:
Bookmark The Article

ઝારગ્રામ, તા. ૨૦

બીજા એક કિસ્સામાં બાળકી પર બળાત્કાર કરનારો ઝડપાયો

પશ્ચિમ બંગાળની શાળાઓમાં ક્યારેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મૂત્ર પીવડાવવાનો તો વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર એકબીજાના માનસિક અને શારીરિક યાતના આપવાના કિસ્સાઓ ચર્ચામાં છે ત્યારે મિદનાપોર જિલ્લાના સાલબોનીની એક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એક જ હોસ્ટેલમાં રહેતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડ વડે શારીરિક યાતના આપવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

રવિવારે દીપનકરમલ ખાવાનું લઈ હોસ્ટેલ પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના હોસ્ટેલના અન્ય પાંચ વિદ્યાર્થીએ તેને રોકીને ખાવાનું છીનવી લીધું હતું અને તે ખાઈ ગયા હતા.

દીપનકરે વિરોધ કર્યો તો પાંચેય જણે તેને એક રૂમમાં બંધ કરી તેની પર બ્લેડ વડે હુમલો કર્યો હતો ત્યાર પછી તેણે પાંચેય સિનિયર વિદ્યાર્થીઓ સામે એફઆઇઆર નોંધાવતાં તેમની ધરપકડ કરાઈ હતી. દીપનકરને સાલબાની હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

બીજી તરફ બાંકુરા જિલ્લાના કોતુલપુર વિસ્તારમાં સમ્સુદ્દીન શેખ નામના શખ્સની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ૧૮મી ઓગસ્ટે સમ્સુદ્દીન તેના પાડોશમાં રહેતી આઠ મહિનાની બાળકીને તેના

ઘરે લઈ ગયો હતો. શેખને ગામનાં લોકોએ જ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com