ન્યુયોર્ક, તા. ૨૧
યુરોપમાં સોવેરિન દેવાની કટોકટી શાંત પાડવાની નેતાઓ દ્વારા કામગીરી શરૂ થતાં ન્યુયોર્ક એક્સચેન્જ ખાતે ક્રુડ ઓઇલ ફરી ત્રણ મહીનાની ટોચ નજીક પહોંચી ગયું છે. ક્રુડ ઓઇલ સપ્ટેમ્બર ડિલિવરી છ સેન્ટ ઘટીને પ્રતિ બેરલ ૯૫.૯૫ ડોલર બોલાઇ હતી. મે-૨૦૧૧ બાદ પ્રથમ વખત કોન્ટ્રાક્ટ પ્રતિબેરલ ૯૫.૦૨થી ૯૬.૫૩ના વચ્ચે અથડાયો હતો.
મોડી રાતે નાયમેક્સ ક્રુડ ૯૫.૫૪ની સપાટીએ ચાલી રહ્યું હતું. સપ્ટેમ્બર વાયદો આવતી કાલે પૂરો થાય છે. ઓક્ટોબર કોન્ટ્રાક્ટ સાત સેન્ટ ઘટીને ૯૬.૨૫ ડોલર થયો છે. લંડનના આઇસીઇ એક્સચેન્જમાં ઓક્ટોબર સેટલમેન્ટ ૩૮ સેન્ટ વધીને બેરલે ૧૧૪.૦૯ ડોલર ભાવ બોલાયો હતો. ૨૨ ઓગસ્ટે ગ્રીકના વડાપ્રધાન એન્ટોની સામરાસ ફિસ્કલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે બે વર્ષની મુદત વધારી આપવાની વિનંતિ કરશે.
૨૪ અને ૨૫ ઓગસ્ટે ગ્રીકના વડાપ્રધાન ર્બિલન અને પેરિસ અને ૨૩મીએ જર્મનીની મુલાકાતે જશે. યુરોપીય દેશોની બેન્કોની ગર્વિનગ કાઉન્સિલ સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક યુરોપીય દેશના દેવાની યિલ્ડ લિમિટ નક્કી કરી દેશે એવા સમાચારોના કારણે એનર્જી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો હતો.