Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:18:22 AM IST
 

નાળિયેર કચોરી

Sep 08, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3994
Rate: 5.0
Rating:
Bookmark The Article

મધુરમ્
સામગ્રી
* ઇલાયચી - ૨ નંગ
* તજ - ૨ નંગ
* નાળિયેરનું છીણ - ૨ કપ
* મેંદો - ૫થી ૬ કપ
* ઘી - ૫થી ૬ ટેબલસ્પૂન
* ખાંડ - ૫ ટીસ્પૂન
* નમક - સ્વાદ મુજબ
* તેલ - ૨ કપ
રીત

૧. એલચી અને તજને પીસીને ઝીણો પાઉડર બનાવી લો. પાઉડરને એક બાજુ મૂકી દો.

૨. હવે મેંદામાં ઘી, ખાંડ, નમક, પાણીને ઉમેરીને તેનો લોટ બાંધી લો.

૩. નાળિયેરના છીણમાં એલચી અને તજનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો.

૪. મેંદાના બાંધેલા લોટમાંથી નાના નાના બોલ્સ બનાવો. દરેક બોલ્સમાં આંગળી વડે હોલ પાડી દો અને તે હોલમાં નાળિયેરના છીણનું પૂરણ ભરી લો પછી તે હોલને પેક કરી દો.

૫. નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં નાળિયેર કચોરી ધીમા તાપે રતાશ પડતી થાય તે રીતે અને ફૂલે એ રીતે તળી લો.

૬. આ રીતે બાકી રહેલા લોટની પણ કચોરી બનાવીને તેમાં નાળિયેરનું પૂરણ ભરીને તળી લો.

૭. કચોરીને ર્સિંવગ પ્લેટ પર મૂકો અને ગરમ ગરમ સર્વ કરો.

આલુ કી પૂરી
સામગ્રી
* ઘઉંનો લોટ - ૨ કપ

*  મીડિયમ સાઇઝના બાફેલા બટાકા - ૨ નંગ

*  અજમો - ૧ ટીસ્પૂન
* સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ
* લીંબુનો રસ - ૧ ટીસ્પૂન
* મરીનો પાઉડર - ૧ ટીસ્પૂન
* આદુંનો નાનો ટુકડો.
* કોથમીરનાં તાજાં પાન
* નમક- સ્વાદ પ્રમાણે
* તેલ-પૂરી તળવા માટે
રીત

૧. બટાકાને બાફી, છાલ ઉતારીને તેનો માવો કરી લો.

૨. અજમાને અધકચરો પીસી લો.

૩. આદું, કોથમીર, મરચાંમાં સૂકો મસાલો નાખીને તેની પાતળી પેસ્ટ બનાવી લીલી ચટણી બનાવી લો.

૪. એક વાસણમાં ઘઉંનો લોટ ચાળીને રાખી દો. તેમાં બટાકાનો તૈયાર કરેલો માવો, નમક, મરી પાઉડર, પીસેલો અજમો, લીલી ચટણી ઉમેરો. બધું જ સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો.

૫. બાંધેલા લોટના લૂઆ બનાવીને ત્રણથી ચાર વ્યાસના માપની પૂરી બનાવી લો.

૬. એક કડાઈમાં તેલ લો અને તેને ગેસ પર ગરમ કરો.

૭. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે પૂરી બંને બાજુ રતાશ પડતી થાય તેવી રીતે તળી લો.

૮. લીલી ચટણી કે દહીં સાથે પૂરીને સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com