વોશિંગ્ટન, 13 સપ્ટેમ્બર
- લાદેનને મારવાના મિશન પર નિકળેલા અમિરિકન હેલિકોપ્ટરના માર્ગને લઈને એક વિવાદ
- અમેરિકન એમએચ-47 ચિન્કુ હેલિકોપ્ટરે ભારતની પૂર્વી સરહદ પાર કરી હતી
- શું અમેરિકાએ ભારતીય હવાઈમાર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી?
વર્ષ 2011ના મે મહિનામાં ઓસામા બિન લાદેનને મારવાના મિશન પર નિકળેલા અમિરિકન હેલિકોપ્ટરના માર્ગને લઈને એક વિવાદ ઊભો થયો છે. વિવાદની શરૂઆત નેવીમાં સામેલ એક સીલ કમાન્ડો માર્ક બિસોનેટની બુકમાંથી થઈ છે.
બુકમાં જે ફોટા પ્રકાશિત થયા છે તેના અનુસાર અમેરિકન એમએચ-47 ચિન્કુ હેલિકોપ્ટર દક્ષિણ-પૂર્વ દિશામાંથી એબોટાબાદ પહુંચ્યું હતું. આ પહેલાના હેલિકોપ્ટરે ભારત સાથે જોડાયેલ પાકિસ્તાનની પૂર્વી સરહદ પાર કરી હતી. એબોટાબાદમાં જ તે કોઠી હતી જ્યાં લાદેનને ઠાર કરવામાં આવ્યો હતો.
રેડસ્ટેટે આ અંગે સવાલ ઊભા કર્યા હતા. ભારતના આ અસ્પષ્ટ ઉપયોગથી કેટલાક સવાલો ઊભા થાય છે. શું ભારત શરકારને એબોટાબાદ મિશનની જાણકારી હતી? શું અમેરિકાએ ભારતીય હવાઈમાર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી?
જો કે ભારતીય વાયુસેનાએ આ સવાલો અને આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે અમેરિકન હેલિકોપ્ટર ભારતની હવાઈ સીમામાં નથી આવ્યા.
ઉલ્લેખનીય છે કે બીસોનેટે ‘નો ઈઝી ડે ધ ઓટોબાયોગ્રાફી ઓફ નેવી સીલ’ નામની બુક ‘માર્ક ઓવેન’ ના ડમી નામથી લખી છે.