Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 02:48:50 AM IST
 

કચ્છમાં આજથી બાળફિલ્મ ઉત્સવનો પ્રારંભ : વિનામૂલ્યે ફિલ્મ બતાવાશે

Sep 14, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 473
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧૩

કચ્છમાં બાળફિલ્મ ઉત્સવનાં માધ્યમથી બાળકોને ફિલ્મો દ્વારા એડવાન્સ શિક્ષણ અને સંસ્કૃતિથી માહિતગાર કરી, બાળકોમાં જાગૃતિ કેળવવાનાં પ્રયાસ રૂપે બાળચિત્ર સમિતિ-મુંબઈ દ્વારા પ્રાદેશિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણસંસ્કૃતિને લગતી ગુજરાતી-હિન્દી ભાષાની ફિલ્મો તા.૧૪થી તા.ર૦ દરમિયાન વિનામૂલ્યે દર્શાવવામાં આવશે. જેના પ્રારંભે કચ્છનાં બાળ કલાકારો સાથે ફિલ્માંકન કરવામાં આવેલી હારૂન અરૂન ફિલ્મ દર્શાવાશે.

  • જિલ્લામાં બાળ કલાકારો સાથે ફિલ્માંકન કરાયેલી હારૂન અરૂન ફિલ્મ દર્શાવાશે

બાળચિત્ર સમિતિનાં ફેસ્ટિવલ અધિકારી જી. પી. ઠેકડેએ જણાવ્યું હતું કે, તા.૧૪મીનાં ભુજનાંં સેવન સ્કાય થિયેટરમાં સવારે ૯:૩૦ કલાકે ફિલ્મ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કચ્છમાં શૂટિગ કરવામાં આવેલી તેમજ કચ્છી બાળ કલાકરોએ અભિનય કરેલો છે તેવી હારૂન અરૂન ફિલ્મ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ભુજનાં ૪, ગાંધીધામનાં ૪ અને માંડવી તેમજ અંજારમાં ૧ સિનેમાગૃહમાં બાળકોને વિનામૂલ્યે ફિલ્મો બતાવવામા આવશે. તો બીજીતરફ જ્યાં સિનેમાગૃહની સગવડ નથી તેવા વિસ્તારની હાઈસ્કૂલમાં ડીવીડી પર ફિલ્મ બતાવવાનં  આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. બાળફિલ્મ ઉત્સવ દરમિયાન બંદુ બોકસર, હેડાહોડા, એક અજુબા, સિકસર, અભય, રૈના, ચુટકુન કી મહાભારત, હાલો, કરામતી કોટ, કાયાપલટ સહિતની ફિલ્મ બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાનાં અંદાજે વીસહજારથી વધારે વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ફિલ્મોનો આનંદ માણવા ઉપરાંત જ્ઞાાનમાં અભિવૃદ્ધિ કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com