Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:36:09 AM IST
 

લગ્ન કરવાના અનેક ફાયદા છે!

Sep 14, 2012 Offbeat
 
Tags:   Marriage hindus Religion Wife Husband Relation Relationship comment     E-Mail     Print    
 
Viewed: 8570
Rate: 3.0
Rating:
Bookmark The Article

13 ઓગસ્ટ

લગ્ન એ એવો લાડવો છે, જે ખાય તે પણ પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. જો કે ઘણાં લોકો ખાઈને પસ્તાવામાં પણ માનતા હોય છે. લગ્ન એ બે વ્યક્તિનું મિલન છે અથવા એવું કહી શકાય કે એક વ્યક્તિનાં જીવનમાં માતા પિતા બાદનો સૌથી મહત્વનો સંબંધ લગ્ન કરવાથી બને છે. હિંદુ સિવાયનાં તમામ ધર્મોમાં લગ્નને પવિત્ર ગણવામાં આવે છે. આપણે આજે જાણીએ કે લગ્ન કરવાથી શું ફાયદા થતાં હોય છે.

એક જીવનસાથી મળે છે
કોઈપણ વ્યકિતની અમુક ઉંમરે જરૂરિયાતો બદલાય છે તેની સાથે જવાબદારી પણ વધે છે. એવામાં પોતાના સુખ,દુખ, જવાબદારી અને લાગણીઓને વહેંચી શકે તેવા જીવનસાથીની જરૂરિયાત લગ્નપ્રથા દ્વારા પૂરી થાય છે. તમને તમારો પોતાનો પરિવાર મળે છે.

નવા પરિવાર સાથે મિલન નવા સંબંધો
લગ્ન કરવાથી તમને નવો સમાજ અને નવો પરિવાર મળે છે. નવા સંબંધો તમને કંઈક નવું શીખવે છે. પતિ પત્નીનાં બંનેનાં પરિવારો એકસાથે મળે છે. તમારા જીવનની રોજે રોજની વાતો અને સુખદુખનાં નવા સાથી તમને મળે છે.

સિક્યોરિટીનો અહેસાસ
લગ્ન કર્યાં બાદ તમારા મનની અસુરક્ષિતતા ઓછી થઈ જાય છે. તમને કોઈપણ કાર્ય કરવામાં પરિવારનાં અન્ય સભ્યોનો અને ખાસ કરીને પોતાના જીવનસાથીનો સાથ મળે છે. પત્નીનો પતિ પોતાની પત્નીની રક્ષા કરે છે, તેથી પત્ની પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે છે, તો પતિ પોતાની પત્ની ઘરની જવાબદારી સંભાળી લે છે, તેવાં વિશ્વાસથીસ જીવી શકે છે.

જવાબદારી તમને મેચ્યોર બનાવે છે
લગ્ન પછી તમારી જીંદગી પહેલાં જેવી રહેતી નથી. માતા પિતાની છત્રછાયામાં રહેલાં પતિ કે પત્નીને પોતાના પરિવારની માયા થવા લાગે છે અને તેની સાથે પોતાની પરિવારની જવાબદારી પણ આવવા લાગે છે. પતિને નકામા પૈસા ઉડાડવા ગમતાં નથી તો પત્નીને પોતાના ઘરને સજાવવાની લત લાગી રહે છે.

લાગણીઓ વહેંચાય છે
જીવનમાં ક્યારેક તો એવાં અવસર આવતા હોય છે, જ્યારે તમને તમારી લાગણી કોઈની સાથે વહેંચવી ગમતી હોય છે. એવામાં માતા પિતાની સાથે દરેક વાત શેયર કરી શકાતી નથી. લગ્ન કરવાથી તમને તમારા પડખે ઉભો રહેનાર સાથી મળે છે. માણસની શારિરીક અને માનસિક જરૂરિયાતો જ્યારે સંતોષાય ત્યારે માણસ ગમે તેવાં દુખમાંથી પણ ઉભો થઈ શકે છે.

માતા પિતા બનવાનો આનંદ
આપણે લગ્ન પહેલાં પોતાના માતા પિતાને જ સંસાર માનતાં હોઈએ છીએ અને એ જ આનંદ તમને પણ તમારા લગ્ન બાદ મળી શકે છે. પોતાના બાળક થકી માતા પિતા બનવાનો આનંદ અનેરો હોય છે. પોતાના બાળક માટે જીવવાની આશાઓ વધુ સક્રિય બની જાય છે.

ઘડપણનો સહારો
વ્યક્તિનાં હાથ પગ જવાનીમાં ચાલી શકે છે, પરંતુ જ્યારે ઘડપણ આપણને ઘેરી લે ત્યારે જીવનસાથીની ખરી જરૂરિયાત સમજાય છે. પોતાના બાળકોનાં બાળકો જોવાનો પણ લ્હાવો મળે છે. લગ્ન ન થાય તો ઘડપણ કોના સહારે જશે, તે મોટો પ્રશ્ન બની જાય છે.


વધુ સમાચારો માટે નીચે ક્લિક કરો...

હવે યુવકનાં પરિવારની ઈજ્જતનો સવાલ છે, જાન પાછી નહીં જ જાય
રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં એક અજીબ મામલો પોલીસનાં માટે માથાનો દુખાવો બની ગયો છે. પોલીસ સ્ટેશનની બહાર એક યુવકની જાન છેલ્લાં.......

બે મહિલાઓએ એક જ પુરુષ સાથે લગ્ન કરવા કોર્ટમાં અપીલ કરી
યુવક યુવતીનાં લગ્નની વાત સાંભળીને તમને કોઈ નવાઈ લાગશે નહીં, પરંતુ એક યુવક જો બે યુવતીઓ સાથે લગ્ન કરે તો તમને જાણવાની .......

ગજબ કહેવાય! દુલ્હાનાં રૂપમાં મહિલા આવી મહિલા સાથે પરણવા
ઈન્ડોનેશિયામાં લગ્નનાં સમયે કંઈક એવું બની ગયું કે, દુલ્હન આવી હતી કોઈની સાથે પરણવા અને પરણી ગઈ કોઈકની સાથે. .......

ભારતમાં એક એવો પરીવાર છે જે દિવસે નથી દેખી શકતો, પરંતુ રાત્રે દેખી શકે છે
રાજસ્થાનના એક ગામમાં એક પરિવારમાં બે પેઢીથી વારસાગત અંઘેરા જીવનનો હિસ્સો બની ગયું છે. આ પરિવારમાં 15 સભ્યો છે, જેમાં આઠ બાળકો પણ...

દુલ્હનની એક ઈચ્છાએ તેનો લગ્નનાં દિવસે જ ભોગ લીધો
લગ્નનાં પોશાકમાં પાણીની અંદર ફોટો પડાવવાની ઈચ્છાએ એક દુલ્હનનો જીવ લીધો હતો. આ ઘટના કેનેડાનાં ક્યૂબેક રાજ્યમાં બની હતી......
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com