Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 07:56:09 AM IST
 

વાવાઝોડાથી બચવા મહિલાએ ગજબનું પગલું ભર્યું અને જીવ બચાવ્યો

Sep 14, 2012 Offbeat
 
Tags:   Woman Freezer Theresa Christian Tornado Britain comment     E-Mail     Print    
 
Viewed: 6260
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. ૧૪

વાવાઝોડા કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે બચવા માટે ઘણી વખત એવી કોશિશ કરતો હોય છે, જે તમે વિચારી પણ ના શકો. તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ વ્યક્તિ ચાર દિવસ સુધી ફ્રીઝમાં બંધ રહ્યા બાદ પણ જીવિત બચી શકે ? તો, હા એવું બ્રિટનમાં એક મહિલા સાથે બન્યું છે. બ્રિટનમાં 59 વર્ષીય થેરેસા ક્રિશ્ચિયન નામની અમેરિકન મહિલાએ ચાર દિવસ સુધી ફ્રીઝરમાં રહીને પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કર્યો હતો.

ઓક્લાહોમાના તુલ્સામાં રહેતી થેરેસા ક્રિશ્ચિયન ગયા અઠવાડિયાથી ગાયબ હોવાની ફરિયાદ તેના સંબંધીઓએ નોંધાવી હતી, પરંતુ આખરે મંગળવારે તેના પુત્રે જ તેને શોધી કાઢી હતી. તેના પુત્રને ઘરનાં ફ્રીઝમાંથી કંઈક અવાજ સંભળાયો હતો, ત્યારે તેણે ફ્રીઝ ખોલતાં પોતાની માતાને અંદર જોઈ હતી. જો કે થેરેસા ફ્રીઝમાં રહેવા છતાં પણ સલામત રહી હતી. થેરેસાના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, કોઈએ તેને ફ્રીઝરમાં બંધ કરી નહોતી, પરંતુ તે ટોર્નાડો વાવાઝોડાંની બીકથી ફ્રીઝમાં સંતાઈ ગઈ હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com