Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:05:41 PM IST
 

પાક.-ઇજિપ્ત-લિબિયાને અમેરિકી સહાય બંધ કરવા માગ

Sep 14, 2012 World
 
Tags:   Libya Pakistan Egypt USD US million America comment     E-Mail     Print    
 
Viewed: 2090
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. 14

ઇસ્લામનું અપમાન કરતી ફિલ્મના વિરોધમાં લિબિયા, ઇજિપ્ત અને યમનમાં અમેરિકાવિરોધી દેખાવો કરવાના અને અમેરિકન એલચી કચેરીઓને ટાર્ગેટ બનાવવાના અહેવાલો વચ્ચે અમેરિકાના સાંસદે પાકિસ્તાન, ઇજિપ્ત અને લિબિયાને આપવામાં આવતી અમેરિકી સહાય બંધ કરવા બિલ રજૂ કર્યું છે. આ ત્રણેય દેશોને આપવામાં આવતી સહાયના ૪ અબજ ડૉલર વૃદ્ધોને જૉબ માટે કે ખાધ પૂરવા માટે વાપરવા ઓબામા વહીવટીતંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે.

કેન્ટુકીના અમેરિકી સાંસદ રેન્ડ પૌલે અગાઉ પણ લાદેનની ભાળ આપનાર ડૉ. શકીલ આફ્રિદીને જેલમાંથી છોડવામાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને આપવામાં આવતી તમામ સહાય બંધ કરવાની માગણી કરી હતી. પૌલ દ્વારા આવી સહાય બંધ કરીને તે રકમ વેટેરન્સ જૉબ બિલ્સ પાછળ વાપરવા સૂચન કર્યું છે.

રેન્ડ પૌલે કહ્યું હતું કે હું પાકિસ્તાન સાથે સંબંધો ન રાખવા તેમ કહેતો નથી પણ આપણી પાસેથી પૈસા લઈને તેઓ આપણી જ હાંસી ઉડાડે તે વાજબી નથી, જો આપણે ખરેખર વેટેરન્સને લાભ થાય તેવું ઇચ્છતાં હોઈએ કે તેમને સહાય આપવા ગંભીર હોઈએ તો જે લોકો વેટેરન્સનું અપમાન કરે છે તેમને કરાતી સહાય બંધ કરવી જોઈએ. પાકિસ્તાનને અપાતી સહાય બંધ કરવી જોઈએ.

આપણે લાદેનની ભાળ આપનારને ૫ કરોડ ડૉલર ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અનેક લોકોએ આ ઇનામ મેળવવા પ્રયાસો કર્યા હતા. અનેક લોકોએ આ માટે જાન આપ્યો છે ત્યારે જે માણસે આપણને લાદેન સુધી પહોંચાડયા છે તે હાલ જેલમાં યાતનાઓ ભોગવી રહ્યો છે. શું અમેરિકાના મિત્ર સાથે આવો વર્તાવ થાય તેમ આપણે ઇચ્છીએ છીએ ?

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com