મુંબઈ, 14 ઓગસ્ટ
આમિરખાન અભિનિત ધૂમ-૩માં કેટરીના કેફ મહત્ત્વની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મમાં કેટરીનાનો એક્રો ડાન્સ ચાહકોને ડોલાવશે તેમ કહેવામાં આવે છે. એક્રો ડાન્સમાં શાસ્ત્રીય નૃત્ય અને એરોબેેટીક્સનું મિશ્રણ કરાયું છે. આ ડાન્સ ખૂબ જ મુશ્કેલ ગણાય છે. કેટરીના મુંબઈમાં આ ડાન્સ માટે વિશેષ તાલીમ લઈ ચૂકી છે. હવે આમિર ખાન પણ ડાન્સ શીખશે. આમીર માટે શિકાગોમાં એક ટ્રેનરની વ્યવસ્થા થઈ રહી છે.
હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી શિકાગોમાં રહ્યું છે. કેટરીના અને આમિર ખાન બંનેને આ ડાન્સ અંગે ઝીણવટભરી માહિતી અને ટ્રેનીંગ આપવામાં આવશે. ધૂમની અગાઉ રજૂ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી ચૂકી છે. પ્રથમ ફિલ્મમાં જ્હોન અબ્રાહમે વિલનની ભૂમિકા ભજવી હતી જ્યારે બીજી ફિલ્મમાં રિતીક રોશને વિલનની ભૂમિકા કરી હતી. ધૂમની નવી આવૃત્તિમાં આમિર ખાન વિલનની ભૂમિકામાં છે. અગાઉની બંને ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ અભિષેક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.