Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 05:09:33 AM IST
 

ભાજપ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને પૂતળાની ખેંચતાણ

Sep 15, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 695
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૪

કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં કરેલા વધારાના વિરોધમાં આજે સાંજે શહેર ભાજપે ગાંધીનગર ગૃહ બહાર દેખાવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં પૂતળા દહન કરાતા પોલીસ દોડતી થઈ હતી. તે પછી ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી સર્જાઈ હતી અને પૂતળાની ખેંચતાણ થઈ હતી. જેમાં સામસામે અપશબ્દોનો મારો ચાલતા માહોલ તંગ બન્યો હતો. જો કે, પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર ૧૩ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

  • ગાંધીનગર ગૃહની બહાર અપશબ્દોનો સિલસિલો ચાલ્યો
  • શિક્ષણ સમિતિના ચેરમેનને કોન્સ્ટેબલે ડંડો મારતા ઉશ્કેરાટ ફેલાયો
  • પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર ૧૩ કાર્યકરોની અટકાયત
  • ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પૂતળા દહન કરતા મામલો બીચક્યો

ગાંધીનગર ગૃહની બહાર સાંજે ૫ વાગે શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પોંરેટરો અને કાર્યકરો એકઠા થયા હતા. જ્યાં તેમણે ડીઝલના ભાવ વધારાના વિરોધમાં બેનર અને પોસ્ટરથી દેખાવો કર્યોં હતો અને કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસની હાજરીમાં આ દેખાવો ચાલતો હતો. જે દરમિયાન પૂર્વ કોર્પોંરેટર કંચનબેન રાયે બોક્સમાંથી સૂતળી બોંબ કાઢીને રસ્તા પર ફેંક્યા હતા. જેને કાર્યકરોએ દિવાસળી ચાંપીને ફોડવાનો પ્રયાસ કર્યોં હતો. સૂતળી બોંબ ફૂટે તો અંધાધૂંધી સર્જાય તેમ હોવાથી પોલીસે રસ્તા પર ફેકાયેલા સૂતળી બોંબ જમા લેતા હતા.

તે સમય દરમિયાન કાર્યકરો વિરોધ પ્રદર્શન માટે પૂતળું લઈ આવ્યા હતા અને તેનું દહન શરૂ કરી દીધુ હતું. જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પૂતળાને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને ભાજપ અને પોલીસ વચ્ચે પૂતળાની ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અને ઝપાઝપી પણ થઈ હતી. જેને પગલે નાશભાગ મચી હતી. ભાજપ અને પોલીસ આમને સામને થતાં એકબીજા સામે અપશબ્દોનો મારો પણ ચાલ્યો હતો.

સૂત્રોએ કહ્યું હતું કે, ઘટના દરમિયાન શિક્ષણ સમિતિના ચેરમેન કેયુર રોક્કડિયાને કોઈ કોન્સ્ટેબલે ડંડો મારી દીધો હતો. જેથી મામલો વધુ ઉશ્કેરાયો હતો. જેમાં વાત હાથાપાઈ સુધી પહોંચી જાય તેવી થઈ ગઈ હતી. કાર્યકરોએ પોલીસને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યોં હતો.

જેથી માહોલ તંગ બન્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યોં હતો. જો કે, ઉશ્કેરાટ એટલો હતો કે ભરત ડાંગરને પણ પોલીસે ઘેરી લીધા હતા. માહોલ શાંત પડતા પોલીસે ૧૩ કાર્યકરોની અટકાયત કરી હતી. ગાંધીનગર ગૃહની બહાર અંદાજે સતત એક કલાક સુધી આ ઘટના ચાલી હતી. પોલીસે તમામ કાર્યકરને મોડી સાંજે અટકાયતમાંથી મૂક્ત કર્યા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com