Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:10:40 PM IST
 

રાજકોટમાં જાલીનોટોનું નેટવર્ક સંભાળનાર બે શખ્સો ઝડપાયા

Sep 15, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 407
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ,તા.૧૪

જામનગર પોલીસે પકડેલા જાલીનોટ કૌભાંડમાંથી રાજકોટ પણ બાકાત રહ્યું ન હોય તેમ રાજકોટ શહેરમાં પણ બે શખ્સો જાલીનોટો વટાવવાનું નેટવર્ક સંભાળતા હતા. જામનગરથી આવેલી પોલીસે રાજકોટના બેડીપરા વિસ્તારમાં રહેતા અબ્બાસ મનસુર ભારમલ (ઉ.વ.૩૦) તથા રિક્ષા ચાલક યાકુબ ફીરોઝ અબ્દુલ બેલીમ (ઉ.વ.૩૮)ને ૫૦૦, ૧૦૦૦ના દરની જાલીનોટો સાથે ઉઠાવી લઇ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

  • દ્વારકાનો શખ્સ નોટો આપી ગયો હતો : ૫૦૦, ૧૦૦૦ના દરની નોટો સાથે બન્નેની ધરપકડ

જામનગરમાં રિક્ષા ચાલક અલ્તાફ જાલીનોટો સાથે પકડાયા બાદ વાંકાનેરની મહિલા સલમા સહિત ૧૪ શખ્સો જાલીનોટ રેકેટની જાળમાં ફસાયા હતા. ૨૬.૧૮ લાખની જાલીનોટ સાથે પકડાયેલા શખ્સોની પુછતાછ દરમિયાન દ્વારકાના ગફાર નામના શખ્સે રાજકોટના જાલીનોટો વહેતી કરવાનું કામ રાજકોટમાં રહેતા વ્હોરા શખ્સ અબ્બાસ તથા રિક્ષા ચાલક યાકુબને સોપ્યાનું ખુલ્યું હતું.

રાજકોટ દોડી આવેલી પોલીસે અબ્બાસ તથા યાકુબને દબોચી લીધા હતા. અબ્બાસના કબ્જામાંથી ૫૦૦ના દરની પાંચ નોટ મળી આવી હતી. જયારે યાકુબ પાસેથી ૫૦૦ના દરની છ નોટ મળી આવી હતી. બન્ને શખ્સોના કબ્જામાંથી જાલીનોટો મળી આવતાં જામનગર પોલીસે બન્નેની ધરપકડ કરી બન્ને ઇસમોના મોબાઇલ ફોન પણ કબજે લીધા હતા.

બન્ને શખ્સોએ બેમાસ પહેલાં દ્વારકાનો ગફાર જાલીનોટોનો જથ્થો આપી ગયો હોવાની કેફીયત આપી હતી.

બન્ને ઇસમોએ હજારો રૂપિયા રાજકોટની બજારમાં તરતા મુકી દીધા હોવાની પોલીસે આશંકા સેવી છે.

જાલીનોટનું કનેકશન સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યુ હોવાની વિગતો સાંપડતા રેંજ આઇજી પ્રવિણસિંહા સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા ત્યાં એસપીને જરૂરી સુચનાઓ આપી એસઓજીની ટીમને કામે લગાડાઇ હતી. સુરેન્દ્રનગરના એક શખ્સને પોલીસે ૨૫ હજારની ૫૦૦ના અને ૧૦૦૦ ના દરની જાલી નોટના જથ્થા સાથે દબોચી લીધો હતો જયારે અન્ય એક શખ્સને પકડવા માટે પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી નાસી છુટયો હતો અને ગુજરાતની બહાર અન્ય રાજયમાં ચાલ્યો ગયો હોવાની વિગતો સાંપડતા તે તરફ પણ પોલીસને દોડાવાઈ હોવાનું જાણવા મળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com