નવી દિલ્હી, તા. 16
દેશનાં બે મહાનગરો દિલ્હી અને મુંબઈનો દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ થયો છે. આ બંને શહેરોમાં અનેક ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત સૌથી ઓછી છે. ફૂડ માટે વિશ્વનાં સૌથી સસ્તાં શહેરોમાં આ બંને સ્થાન ધરાવે છે.
સર્વે મુજબ ફ્રૂડ બાસ્કેટ માટે સરેરાશ વૈશ્વિક ખર્ચ ૪૨૪ ડોલર છે. મુંબઈ અને દિલ્હીમાં ફ્રૂડ બાસ્કેટ ખર્ચ ક્રમશ ૧૮૬ અને ૨૦૮ ડોલર છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા જારી કરાયેલા એક અહેવાલ મુજબ ટોકિયો વિશ્વમાં સૌથી મોંઘું શહેર છે. ૫૮ દેશોમાં ૭૨ શહેરોને આવરી લેતા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં ૩૯ જુદી જુદી ચીજવસ્તુઓને આવરી લઈને ફ્રૂડ બાસ્કેટની રચના કરવામાં આવી છે અને આ ફ્રૂડ બાસ્કેટના આધારે વિશ્વનાં શહેરોને મોંઘાં અથવા સસ્તાં શહેરોની યાદી તૈયાર કરાઈ છે. અહેવાલ મુજબ ટોકિયો જનરલ કેટેગરીમાં સૌથી મોંઘાં ત્રણ શહેરોમાં પણ સ્થાન ધરાવે છે, જેમાં ર્સિવસ અને ફ્રૂડ ચીજવસ્તુઓ સામેલ છે. જાપાન બાદ જે ક્રમ આવે છે તેમાં ઓસ્લો અને જ્યુરીચનો સમાવેશ થાય છે.
સંબંધિત સમાચાર પર ફેરવો એક નજર...