નવી દિલ્લી,17 સપ્ટેમ્બર
દિલ્લી હાઈકોર્ટે કહ્યું, કે દિલ્લી ટેકનીકલ વિશ્વવિદ્યાલય(ડિટીયૂ)ને ભેદભાવથી બચવા માટે પ્રવેશમાં વિકલાંગ ઉમેદવારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સમાન અનામત આપવી પડશે,વિકલાંગ ઉમેદવારને માત્ર પાંચ ટકા અનામત આપવીએ તેમના સાથે ભેદભાવ થશે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને 10 ટકા અનામત મળે છે તો વિકલાંગ ઉમેદવારને પણ તેટલી જ છૂટ આપવી જોઈએ.
મુખ્ય ન્યાયધીશ એ.કે.સિકરી અને રાજીવ સહાયની ખંડપીઠે તેમના ચૂકાદામાં કહ્યુ કે વિકલાંકતાથી પીડાતી વ્યકતિ સામાજિકરરૂપથી તો પછાત જ કહેવાય.તેથી કાનૂનિ રીતે તેમને ઓછામાં ઓછી એસસી-એસટી જેટલી તો છૂટ આપવી તેમના હકમાં છે.
આ ખંડપીઠ કાનૂનનો એક પ્રશ્નને હલ કરી રહી હતીચ જેમા અનામત શ્રેણી અનુસાર એજીંનિયરિંગ કોલેજમાં વિકલાંગ ઉમેદવાર માટે અનામતની હદ સિમિત કરવાની હતી.
હાઈકોર્ટના સમક્ષ મોટો પ્રશ્ન એ હતો કે ડીટીયૂનાં બી ટેકમાં પ્રવેશ માટે વિકલાંગોને એસસી-એસટી ઉમેદવારો જેટલી છૂટ આપવી કે નહી.
ભંડારીએ ડીટીયૂનાં તે કાયદાને પડકાર્યો જેમાં એસસી-એસટી ઉમેદવારોને દસ ટકા છૂટ આપવામં આવે છે,જયારે વિકલાંગ ઉમેદવારને પાંચ ટકા જ છૂટ આપવામાં આવે છે,આ કેસ ભંડારીના કારણે જ હાઈકોર્ટ સુધી પહોચી શકયો છે.