artist-man-auto-tuned-his-cats-meowing-and-song-goes-viral
  • Home
  • Videos
  • Featured Videos
  • મીયાંઉ મીયાંઉ કરતી હતી બિલાડી, આ ભાઇએ બનાવ્યું મ્યુઝીક, જુઓ Video

મીયાંઉ મીયાંઉ કરતી હતી બિલાડી, આ ભાઇએ બનાવ્યું મ્યુઝીક, જુઓ Video

 | 12:57 pm IST

પાળેલા પ્રાણીઓ પર જેટલો પ્રેમ આવે છે ક્યારેક તેમની હરકતોના કારણે તેમના પર ગુસ્સો પણ એટલો જ આવે છે. એક ભાઇ છે જેમનું નામ છે જાકિન બાલ્ડવિન તેઓ વ્યવસાયે એનિમેશન આર્ટીસ્ટ છે અને ડિઝની માટે કામ કરે છે. તેમની બિલાડી કે જેમનું નામ એલ્ટન છે તે સવારે મ્યાંઉ મ્યાંઉ કરી રહી હતી અને ચુપ થઇ રહી નહોંતી. જાકિને ઓટો ટ્યુન કરી મ્યાંઉ મ્યાંઉને મ્યૂઝિકમાં બદલી નાખ્યું. જાકિનનું આ રીમિક્સ ખુબજ વાયરલ થઇ રહ્યું છે.

જાકિને 18 ફેબ્રુઆરીએ મ્યાંઉ મ્યાંઉ ટ્રેકને ટ્વીટર પર શેર કર્યું હતુ. અને જોતજોતામાં લોકો આ બીલાડીના ફેન થઇ ગયા. અત્યાર સુધીમાં આ વીડિયોને 2.8 મિલિયન વખત જોવામાં આવ્યો છે જ્યારે 84000 કરતાં વધારે વખત આ ટ્વીટને રીટ્વીટ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન