Budget 2018 : ખેડૂતોને રાહતથી લઈને યુવાઓની નોકરી સુધી, આ છે બજેટની મુખ્ય જાહેરાતો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Budget 2018
  • Budget 2018 : ખેડૂતોને રાહતથી લઈને યુવાઓની નોકરી સુધી, આ છે બજેટની મુખ્ય જાહેરાતો

Budget 2018 : ખેડૂતોને રાહતથી લઈને યુવાઓની નોકરી સુધી, આ છે બજેટની મુખ્ય જાહેરાતો

 | 10:21 am IST

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે બજેટની આખરે જાહેર થઈ ગઈ છે. ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં ખેડૂતો, શિક્ષણ, વેપારી વર્ગ માટે સારા સમાચાર આપ્યા છે, તો બીજી તરફ ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ રાહત ન આપીને પગારદાર વર્ગને નાખુશ કર્યાં છે. ત્યારે બજેટ પર કઈ કઈ જાહેરાતો કરાઈ છે, તેના પર કરી લો એક નજર.

બજેટની જાહેરાતો…

  • આ વર્ષે 700 નવા રેલ એન્જિન તૈયાર કરવામાં આવશે
  • મોબાઈલ ફોનની કસ્ટમ ડ્યુટી વધારાઈ. જેનાથી મોબાઈલ, ટીવી લેપટોપ મોંઘા થયા
  • રિયલ્ટી સેકટર માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના નિયમો સરળ બનાવાયા. GDPની તુલનામાં લોનની એવરેજને 40 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય
  • પેન્શનર્સને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે. ટ્રાન્સપોર્ટ અને મેડિકલ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન. સિનીટર સિટીઝન્સ માટે સ્વાસ્થ્ય વીમા પર ટેક્સની છૂટ વધારીને 50,000 રૂપિયા કરાઈ. આમ વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પર છૂટ વધારાઈ.
  • માર્કેટ અપડેટઃ ઉપલા સ્તરોથી 300 અંક તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11,000ની નીચે
  • સ્વાસ્થ્ય અને શિક્ષા પર સેસ વધારીને 3 ટકાથી 4 ટકા કરાયો છે.
  • 250 કરોડ ટર્નઓવરવાળી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે. 100 કરોડવાળી કૃષિ કંપનીઓને ટેક્સ નહિ. ભરવો પડે.
  • ડિપોઝીટ પર મળતી છૂટ 10થી વધારીને 50 હજાર કરાઈ. 50 હજાર સુધીના મેડિકલ પ્રીમિયર પર ટેક્સ છૂટ અપાઈ. હવે જેટલો પગાર છે તેમાંથી કુલ પગારમાંથી 40,000 ઘટાડીને ટેક્સ આપવાનો રહેશે.
  • પગારદાર વર્ગને જેટલીએ કર્યા નિરાશ. બજેટમાં આવક વેરાની મુક્તિ મર્યાદામાં કોઈ વધારો નહિ કરાયો. આવકવેરાના સ્લેબમાં પણ કોઈ ચેન્જ ન કરાયો. આવકવેરની મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા જ રખાઈ.
  • નાણાકીય ખાધ કાબુમાં રાખવાનો પ્રયાસ કરાશે. જીડીપીના 3.5 ટકા સરકારી ખાધ રહેશે. 90 હજાર કરોડની આઈટી આવક વધી. ટેક્સ આપનારા 19.25 લાખ લોકો વધ્યા. નોટબંધીથી એક હજાર કરોડનો ટેક્સ આવ્યો. રોકાણમાં વધારો થયો છે. કાળા નાણાંની વિરુદ્ધ કરાયેલી પ્રોસેસની અસર દેખાઈ છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12.6 ટકા વધ્યું.
  • ગોલ્ડ માટે નવી નીતિ લાવવામાં આવશે. નવી નીતિથી સોનું લાવવામાં સરળતા કરવામાં આવશે.
  • રસ્તા પર ટોલ આપવા માટે દરેક જગ્યાએ ડિજીટલ વ્યવસ્થા વિકાસાવવામાં આવશે. 14 સરકારી વીમા કંપનીઓ શેર બજારમાં લિસ્ટ કરાશે. 2 મોટી વીમા કંપનીઓ શેર બજારમાં લિસ્ટ કરાશે.
  • રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનો પગાર વધારાયો. રાષ્ટ્રપતિને 5 લાખ રૂપિયાનો પગાર અપાશે. ઉપરાષ્ટ્રપતિને 4 લાખ પગાર અપાશે. રાજ્યપાલોને 3.5 લાખ પગાર અપાશે. વડાપ્રધાનનો પગાર 5 કરવાનો પ્રસ્તાવ મૂકાશે. સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધારાશે.
  • લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગો પર કરભારણ ઘટાડવા પર ભાર મૂકાશે. વેપાર શરૂ કરવા મુદ્રા યોજનામાં 3 લાખ કરોડ રૂપિયા ફાળવશે.
  • ત્રણ સરકારી વીમા કંપનીઓને એક કરી દેવાશે.
  • 2 વર્ષમાં સમાપ્ત થશે 4267 માનવ રહિત રેલવે ક્રોસિંગ. બધી ટ્રેનોમાં લાગશે વાઇ-ફાઇ સિસ્ટમ, લાગશે સીસીટીવી. બેંગાલુરૂમાં સબઅર્બન રેલ ઇન્ફ્રા માટે 17,000 કરોડ રૂપિયાની ફાળવણી
  • બજેટમાં મોટી જાહેરાત કરાઈ, બિટકોઈન કરન્સી ભારતમાં નહિ ચાલે. જે હવે કાયદેસર નહિ ચાલે. દેશમાં ક્રિપ્ટો કરન્સી હવે નહિ ચાલે. દરેક કારોબારને યુઆઈડી મળશે.
  •  1 હજાર ગામડાઓને બ્રોડબેન્ડથી સુવિધાયુક્ત કરાવવાની જાહેરાત કરાઈ
  • ડિજીટલ ઈન્ડિયા પ્રોગ્રામ માટે સરકારે 3037 કરોડ ફાળવ્યા
  • મહિલા કર્મચારીઓના પીએફ કન્ટ્રીબ્યુશનમાં 8 ટકા કરવામાં આવશે, જેથી તેમની ટેક હોમ સેલેરી વધુ થાય.
  • દેશામાં રેલવેના વિકાસ માટે ખાસ ભાર અપાશે. જેના માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. પાટા અને ગેજ બદલવા પર ભાવ મૂકાશે. સમગ્ર રેલનેટવર્કને બ્રોડગેજ બનાવાશે. 600 સ્ટેશનોને આધુનિક બનાવાશે. દેશના દરેક રેલવે સ્ટેશન પર એસ્કેલેટર બનાવાશે. દરેક ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવાશે. મુંબઈ લોકોને વિસ્તારાશે. મુંબઈમાં 90 કિલોમીટર પાટાનો વિકાસ કરાવાશે.

  • એરપોર્ટ પર ટ્રાફિક ક્ષમતા પાંચ ગણી કરવાનું લક્ષ્યાંક બનાવાયું. 16 એરપોર્ટ બનાવવાનું કામ ચાલું છે. હાલ 124 એરપોર્ટ પરથી ઉડાન થઈ રહી છે.
  • એક પરિવારને દર વર્ષે મેડિકલ ખર્ચ માટે 5 લાખ રૂપિયા મળશે
  • ટેક્સટાઈલ ક્ષેત્રના કર્મચારીઓ માટે 600 કરોડની ફાળવણી કરાઈ. નાના ઉદ્યોગો માટે 3794 કરોડની ફાળવણી કરાઈ
  •  સરહદ પર રસ્તાઓ બનાવવા બજેટમાં વધુ ભાર મૂકાયો. 9 હજાર કિલોમીટરનો નવો નેશનલ હાઈવે બનાવાશે.
  • 20653 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવા 99 શહેર પસંદ કરાયા. 100 સ્મારકોને આદર્શ બનાવાશે. ધાર્મિક સ્થળો માટે ખાસ હેરિટેજ યોજના અમલમાં મૂકાશે. પીએમ ખુદ સરકારના લક્ષ્યાંકોની સમીક્ષા કરે છે.

  • શિક્ષા પાછળ 1500 કરોડ ખર્ચ કરવાની સરકારની યોજના છે.
  • નવા કર્મચારીના ઈપીએફમાં 12 ટકા રકમ સરકાર આપશે, 70 લાખ નવી નોકરીઓ આપવાની સરકારની યોજના. 1 હજાર વિદ્યાર્થીઓને આઈઆઈટીમાઁથી પીએચડી કરવાની સુવિધા આપવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં સ્કીલ સેન્ટર બનાવાશે. 2022 સુધી 50 લાખ યુવાનોને સ્કોલરશિપ આપવામાં આવશે.

  • 12 રૂપિયા પર 2 લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો આપવામાં આવશે.
  • ગંગા સફાઇ અભિયાન માટે 187 પ્રોજેક્ટ્સને મંજૂરી
  • SC વેલફેર માટે 56620 કરોડ રૂપિયાની ફાળવણી
  •  સરકાર જનધન યોજનાને વધુ વ્યાપક બનાવવા માગે છે. 60 કરોડ જનધન એકાઉન્ટને મળશે માઇક્રો ઇન્શ્યોરન્સનો લાભ
  • 22 હજાર કૃષિ બજાર હાટ બનાવવાનું પ્લાનિંગ
  •  પીએમ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ આવરી લેવાશે દરેક ગરીબ પરિવાર
  • દરેક ત્રણ સંસદીય ક્ષેત્રોમાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. 24 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. હાલની હોસ્પિટલ્સને અપગ્રેડ કરવા માટે ખોલાશે આ મેડિકલ કોલેજ

  •  ફ્લેગશિપ રાષ્ટ્રીય સ્વાસ્થય સંરક્ષણ યોજનાની શરૂઆત કરવામાં આવશે.
  • બીટેક વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલો પ્લાન લોન્ચ, દર વર્ષે 1000 વિદ્યાર્થીઓને મળશે ફાયદો
  • આવતા 4 વર્ષમાં સ્કૂલોમાં ઇન્ફ્રા પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
  •  પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટ માટે ખોલવામાં આવશે 2 નવી સ્કૂલ

  • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 10 કરોડ ગરીબ પરિવારોને આવરી લેવાશે.
  •  ટીબીના દર્દીઓને પોષણ આપવા માટે 600 કરોડની ફાળવણી કરાઈ. ટીબીના દર્દીને 500 રૂપિયા પ્રતિ મહિના સરકાર તરફથી આપવામાં આવશે.
  •  ગરીબોને દર વર્ષે 50 કરોડ લોકોને 5 લાખનો સ્વાસ્થય વીમો આપવામાં આવશે
  • 3 લાખ નવા સ્વ્સાથઅય કેન્દ્રો બનાવાશે
  • આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય બનાવાશે. નવોદય વિદ્યાલય પર વધુ ભાર અપાશે. ડિજીટલ શિક્ષણ વધારવા પ્રોત્સાહન અપાશે. દરેક બાળકને સ્કૂલ મોકલવાની યોજના કરાશે.

  • પ્રિનસર્સરીથી ધોરણ-12 સુધી શિક્ષણની એક જ પોલિસી વિકસાવાશે.  વડોદરાની રેલવે યુનિવર્સિટીમાં બે નવા કોર્સ સામેલ કરાશે
  • બજેટમાં આયુષ્યમાન ભારતની યોજનાની જાહેરાત કરાઈ
  • સરકાર સ્વાસ્થય શિક્ષા પર વધુ જોર આપશે
  • 8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે
  • 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક
  • દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે
  •  7 કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી
  • સિંચાઈ માટે 2600 કરોડ ફાળવાયા

  •  પીએમ આવાસ યોજના હેઠળ ઘર અપાશે.
  •  ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ રોજગાર ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક
  • પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
  • ખેડૂતો માટે 11 લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન અપઆશ. નાણાંકિય વર્ષ 2019માં ખેડૂતોને 11 લાખ કરોડની લોન આપશે સરકાર
  •  2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક

  • દિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. 1290 કરોડ આપી વાંસ યોજના ચલાવાશે.
  • દેશના 4 કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્શન અપાશે.
  • ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.
  • નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ
  • ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે.
  • ફાર્મ ડેવલપમેન્ટ ફંડ માટે 2000 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે

  •  ખેતીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ
  • ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે.
  • તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્પાદન રોકેર્ડ સ્તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્પાદન થયું છે. 275 મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ
  • દુનિયામાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત. સરકારે અર્થવ્યવસ્થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્યું
  • અરુણ જેટલીએ કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં સરકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જીએસટી આવવાથી આવકમાં વધારે થયો છે. જીએસટીને સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે. રોકાણમાં વધારો થયો છે. ગરીબી દૂર કરવાનો અમારો પ્રયાસ ચાલુ છે. બજારમાં કેશનું ચલણ ઓછું થયું છે.

  • અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે.

  • અરુણ જેટલીએ બજેટ ભાષણ શરૂ કર્યું
  • બજેટ પહેલા દિવંગત નેતાઓને શ્રદ્ધાંદલિ આપવામાં આવી
  • અરુણ જેટલી હિન્દીમાં બજેટનું ભાષણ વાંચશે. આવું પહેલીવાર થશે. બજેટના થોડા અંશો તેઓ હિન્દીમાં રજૂ કરશે.

  • કેબિનેટે આપી બજેટને મંજૂરી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ સંસદ ભવન પહોંચ્યા
  • સુરેશ પ્રભુએ કહ્યું, દેશની જરૂરિયાત મુજબનું હશે કેન્દ્રીય બજેટ
  • અરુણ જેટલી અંદાજે 11 વાગ્યે પાર્લામેન્ટરી હાઉસ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા ગયા હતા.

  •  તે દરમિયાન આજે રજૂ થનારા યુનિયન બજેટના પેપર્સ પણ ટ્રક દ્વારા પાર્લામેન્ટ હાઉસ પહોંચાડી દેવાયા હતા.