Arun Kumar of 'Real Super 30', Passing 9 Government Job Examinations
  • Home
  • Featured
  • ‘રિયલ સુપર 30’નો અરૂણકુમાર, 9 ગવર્મેન્ટ જોબની પરીક્ષાઓ કરી પાસ

‘રિયલ સુપર 30’નો અરૂણકુમાર, 9 ગવર્મેન્ટ જોબની પરીક્ષાઓ કરી પાસ

 | 3:59 pm IST

હાલ બૉલીવુડમા ધૂમ મચાવી રહેલા સુપર 30 ફિલ્મનાં રિયલ હીરો આનંદકુમારના એક વિદ્યાર્થી અરૂનકુમાર મોરબીના આમરણ ખાતે પીજીવીસીએલમા નોકરી કરી રહ્યા છે. આનંદકુમારે આપેલા શિક્ષણથી હજારો છાત્રોએ ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે. તેઓએ પણ આનંદકુમાર પાસેથી શિક્ષણ મેળવીને ૯ ગર્વમેન્ટ જોબની પરીક્ષાઓ પાસ કરી છે.

ફિલ્મ સુપર 30 રિયલ સ્ટોરી ઉપર આધારિત ફિલ્મ છે. જેમાં પટનામા ફ્રીમાં શિક્ષણ સેવા પૂરી પાડતા શિક્ષક આનંદકુમારનો રોલ પ્લે કરીને ઋત્વિક રોશને તમામના દિલ જીતી લીધા છે. જો કે આ ફ્લ્મિના રિયલ હીરો આનંદકુમાર પાસે શિક્ષણ મેળવનાર અરુનકુમાર મોરબીના આમરણ ખાતે પીજીવીસીએલમા નોકરી કરી રહ્યા છે. તેઓએ પોતાના શિક્ષક આનંદકુમાર વિશે જણાવ્યું કે આનંદકુમાર શિક્ષણ આપીને કોઈ એક વ્યક્તિને નહિ પરંતુ તેની પેઢીને તારવાની સેવા કરતા હતા. આનંદકુમારે ફ્રી કોચિંગ કલાસ વર્ષ 1992-93ના શરૂ કર્યા હતા. તેઓએ આ ક્લાસમાં વર્ષ 2008મા પ્રવેશ મેળવ્યો હતો. તેઓ અગાઉ ઝારખંડ રહેતા હતા. પરંતુ બાદમાં પટના આવતા તેઓએ અન્ય કલાસમાં શિક્ષણ મેળવવા તપાસ આદરી તો ત્યાં એક વિષયના રૂ. 20 હજાર જેવી માતબર ફી લેવામાં આવતી હતી. જે ભરવી મુશ્કેલ હોવાથી બાદમાં તેઓને આનંદકુમાર અંગે જાણ થતા તેઓએ આ ફ્રીના કલાસ શરૂ કર્યા હતા.

આનંદ કુમાર પહેલા તેઓના ઘર પાસે જ ટયુશન ચલાવતા હતા. બાદમાં તેઓએ કુમરાર વિસ્તારમાં કલાસ શરૂ કર્યા હતા. તે સમયે ચોમાસામાં કલાસે જવુ ખૂબ કઠિન હતું. તમામ લોકોએ ગોઠણ સુધી પાઈચા વાળીને ગારો ખૂંદવો પડતો હતો. તેમ છતાં આનંદકુમારના ક્લાસમાં કોઇ વિદ્યાર્થી ગેરહાજર રહેતુ ન હતું. વિદ્યાર્થીઓ પ્રથમ હરોળમા બેસવા માટે કલાસના સમય કરતાં વહેલા આવી જતા હતા.
આનંદકુમાર પ્રેક્ટિકલ રીતે શિક્ષણ આપતા હતા. તેમની શીખવાડવાની પદ્ધતિ બીજાથી તદ્દન અલગ જ હતી. જે વિદ્યાર્થીઓને ખૂબ ગમતી હતી. આનંદકુમાર હંમેશા કહેતા હતા કે જો તમને ક્યાંય ગભરાહટ થાય તો બે મિનિટ આંખ બંધ કરીને તમારા માતા પિતાને યાદ કરો. તેઓ કલાસમાં વિદ્યાર્થીઓને ખૂબ મોટીવેટ કરતા હતા.

અંતમાં અરુનકુમારે કહ્યું કે આનંદકુમારના ક્લાસમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હતા. આજે તેમના હજારો વિદ્યાર્થીઓ ખુબ સારા સારા પદો ઉપર આરૂઢ થયા છે. તેઓએ પણ 9ગવર્નમેન્ટ જોબની પરીક્ષા પાસ કરી છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી મોરબીના આમરણ ગામે પીજીવીસીએલમા ફ્રજ બજાવી રહ્યા છે.

આ પણ જુઓ: દાહોદના 4 ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન