Indian Army and Air Forces practice real war like Situation
  • Home
  • Featured
  • ઈતિહાસમાં પહેલીવાર ભારતીય સેના-વાયુસેના ચીન બોર્ડરે કરશે સૌથી ઘાતક યુદ્ધાભ્યાસ

ઈતિહાસમાં પહેલીવાર ભારતીય સેના-વાયુસેના ચીન બોર્ડરે કરશે સૌથી ઘાતક યુદ્ધાભ્યાસ

 | 1:29 pm IST

ચીનની સરહદે ભારતીય સેના ઓક્ટોબર મહિનામાં સૌપ્રથમવાર જ મોટો યુદ્ધાભ્યાસ કરશે. ભારતીય સેનાની માઉંટેન સ્ટ્રાઈક કોરના 5000થી પણ વધારે જવાનો ઓક્ટોબરમાં અરૂણાચલ પ્રદેશમાં વાયુસેના સાથે મળીને યુદ્ધાભ્યાસ કરશે. ચીન બોર્ડરે ભારતીય સેનાનો આ પહેલો યુદ્ધાભ્યાસ હશે.

સેનાના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે,, તેજપુર સ્થિત 4 કોરને હાઈ એલ્ટીટ્યૂડ પર પોતાની સૈન્યનીએ રક્ષા માટે તૈનાત કરવામાં આવશે જ્યારે 17 માઉંટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધાભ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલા કરશે.

યુદ્ધાભ્યાસમાં એરફોર્સ પોતાના હાઈટેક ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 સુપર હર્ક્યૂલસ અને એએન 32ને પણ મેદાનમાં ઉતારશે. આ વિમાનોમાંથી જવાનોને એફલિફ્ટ કરવામાં આવશે. આ વિમાન બંગાળના બાગડોગરાથી જવાનોને એરલિફ્ટ કરી અરૂણાચલ પ્રદેશના ‘વૉર ઝોન’માં ઉતારશે.

યુદ્ધાભ્યાસને વધારે અસરકારક બનાવવા સેનાધ્યક્ષ જનરલ બિનિન રાવતની દેખરેખમાં ઈંટીગ્રેટેદ બેટલ ગ્રુપ્સ બનાવવામાં આવશે. આઈબીજી દુશ્મનોને ઠેકાણે પાડવા અત્યંત ઝડપભેર અને દૂરથી જ ઘાતક હુમલા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન