Former Arunachal Pradesh CM Gegong Apang quits BJP
  • Home
  • Featured
  • પૂર્વ CMએ BJPમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- ‘પાર્ટી હવે રાજધર્મનું પાલન કરતી નથી’

પૂર્વ CMએ BJPમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- ‘પાર્ટી હવે રાજધર્મનું પાલન કરતી નથી’

 | 4:42 pm IST

અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા ગેગાંગ અપાંગે પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે લખેલા ત્યાગપત્રમાં તેમને કહ્યું, મને તે જોઇને ભારે નિરાશા થઇ કે હાલના સમયની બીજેપી દિવંગત અટલ બિહારી બાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ કરી રહી નથી. પાર્ટી હવે માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બનીને રહી ગઇ છે.

તેમણે વધુમાં લખ્યું, દિવંગત બાજયેપીજી ભારતના મહાનતમ લોકતાંત્રિક નેતાઓમાંથી એક હતા. તેમણે હંમેશાં અમને ‘રાજધર્મ’ની યાદ અપાવી. તેમના રાજનૈતિક દર્શનના વિદ્યાર્થી હોવાના નાતે હું આજે પણ તેમના સિદ્ધાંતોનું પાલન કરવાની કોશિશ કરું છું. અટલજી એક વાર કીધું હતું કે, રાજનૈતિક વિધારધારાની સાથે સમજૂતી કરવાના બદલે સારી રીતે રાજનીતિ કરવી યોગ્ય છે. પરંતુ હાલના સમયમાં પૂર્વોત્તરના સૌથી વધુ રાજ્યોમાં પાર્ટી એકમોની અંદર બીજેપી કોઇ પણ સહભાગી લોકતાંત્રિક મૂલ્યોનું અનુપાલન કરી રહી નથી.

ગેગાંગ અપાંગે રાજીનામું એવા સમયે આપ્યું છે, જ્યારે અરૂણાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણીઓની સાથે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ તમામ વચ્ચે ચૂંટણીના મુદ્દાને ધ્યાનમાં રાખતા નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) એકલી મેદાનમાં ઉતરશે. એનપીપી અત્યારે ભાજપા નેતૃત્વવાળા પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (એનઇડીએ)નો ભાગ છે.

એનપીપીના અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડે ગત દિવસોમાં પત્રકારોને જણાવ્યું કે, એનપીપીએ એનઇડીએનો ભાગ રહેતા અરૂણાચલ પ્રદેશમાં સૌથી વધુમાં વધુ વિધાનસભાની સીટો પર એકલા હાથે લડવાની યોજના બનાવી છે. એનઇડીએને આર્થિક વિકાસની યોજના બનાવનાર એક મંચ જણાવતા સંગમાએ કહ્યું કે, દરેક પાર્ટીને તેની ઓળખ જાળવી રાખવાનો અધિકાર છે. જે એનપીપી કરશે. એનપીપી અધ્યક્ષ કહ્યું કે એટલા માટે અરૂણાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપા સરકારનો હિસ્સો રહેતા એનપીપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન