NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ ગઈ, પોલીસ દોડધામમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ ગઈ, પોલીસ દોડધામમાં

 | 7:06 pm IST

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વેગન-આર કારની ચોરી થઈ ગઈ છે. કેજરીવાલની આ કાર ગુરૂવારે સચિવાલય પાસેથી ચોરી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, કેજરીવાલ પાસે બ્લૂ કલરની વેગન-આર (Wagon R) કાર છે. બીજી વાર સીએમ બન્યા પહેલા અરવિંદ કેજરીવાલ મોટાભાગે આ ગાડીનો જ ઉપયોગ કરતાં હતા. જોકે, હાલમાં તેઓ સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યાં છે.

કાર ચોરી બાબતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી દેવામાં આવી છે. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલની વેગન આર કાર આઈકોનિક છે. કેજરીવાલ આ કારનો ઉપયોગ ભષ્ટ્રાચાર વિરૂદ્ધ આદોલન ચલાવી રહ્યાં હતા તે દિવસોથી કરી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આસ-પાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં એક વ્યક્તિ કારને લઈ જતો દેખાઈ રહ્યો છે. પોલીસ તે વ્યક્તિની ઓળખાણ કરાવવાની કોશિશ કરી રહી છે. હજુ સુધી આ કેસને લઈને પોલીસના હાથ ખાલી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ કાર હાલમાં આમ આદમી પાર્ટીની મીડિયા કોર્ડિનેટર વંદના સિંહ ચલાવે છે. પોલીસ કારની તપાસ કરી રહી છે.

સમર્થકે કહ્યું – મારી કાર પાછી આપો

– આમ આદમી પાર્ટીના એક સમર્થકે 2015માં દાવો કર્યો હતો કે, તેને આ કાર જાન્યુઆરી 2013માં અરવિંદ કેજરીવાલને ગિફ્ટ આપી હતી. જ્યારે પાર્ટીમાં વિવાદ ઉભો થયો તો કુંદન શર્મા નામની આ વ્યક્તિએ કેજરીવાલ પાસેથી કાર પાછી માંગી લીધી હતી. કુંદન સોફ્ટવેર એન્જિનિયર છે.

– કુંદને કહ્યું હતું કે, તેઓ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને પાર્ટીમાંથી નિકાળવાના કારણે નારાજ હતા. કુંદને ટ્વિટ કરીને કહ્યું હતું કે, કેજરીવાલે તેમના વાયદાઓ યાદ કરવા જોઈતા હતા. કેજરીવાલ પહેલી વાર 49 દિવસો માટે સીએમ બન્યા હતા.

– આ દરમિયાન આ કારનો તેમને ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેમને આ કાર હરિયાણાના આપ લીડર નવીન જયહિન્દને આપી દીધી હતી. 2014ના લોકસભાના ઈલેક્શનમાં નવીને આ કારનો ઉપયોગ રોહતક ઈલેક્શન પ્રચારમાં કર્યો હતો. કુંદનની કાર પાછી માંગવા પર સ્પોક્સપર્સન આશુતોષે કહ્યું હતું કે, હું પહેલી વાર સાંભળી રહ્યો છું કે, કોઈ વ્યક્તિ ડોનેટ કરેલી કોઈ વસ્તુ પાછી માંગી રહ્યો છે.