Arvind Kejriwal, Delhi CM, Kejriwal Swearing in Ceremony, PM Modi, Narendra Modi, AAP, Sandesh.Com
  • Home
  • Featured
  • કેજરીવાલે શપથ ગ્રહણ માટે આપ્યું આમંત્રણ પણ PM મોદીને નહીં રહે હાજર, આ છે કારણ

કેજરીવાલે શપથ ગ્રહણ માટે આપ્યું આમંત્રણ પણ PM મોદીને નહીં રહે હાજર, આ છે કારણ

 | 10:10 pm IST

અરવિંદ કેજરીવાલ 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટી તરફથી દેશના કોઈ જ રાજ્યના મુખ્યમંત્રી કે કોંગ્રેસ સહિતના કોઈ જ વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપ્યું નથી. જોકે આપ દ્વારા આ સમારોહમાં શામેલ થવા માટે માત્ર પીએમ નરેન્દ્ર મોદીને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યાં છે. અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચૂંટણીના પરિણામ જાહેર થયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકોમાંથી 62 બેઠક મળી હતી જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી.

અરવિંદ કેજરીવાલે 16 ફેબ્રુઆરીના રોજ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રિત કર્યા છે. જો કે હજુ એ માલુમ પડ્યું નથી કે પીએમ મોદી આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે કે નહીં. પીએમ મોદી 16મી ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેશે. અહીં વારાણસીને લગભગ 1700 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેંટ આપશે. જેથી એક શકયતા એ છે કે, વડાપ્રધાન મોદી કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે.

શપથગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં થશે. કેજરીવાલનો સતત મુખ્યમંત્રી તરીકે આ ત્રીજો કાર્યકાળ હશે.

આ વીડિયો પણ જુઓ : સ્કૂલ બસમાંથી ઉતરતા સમયે વિદ્યાર્થિનીનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન