Arvind Kejriwal Meeting at Residence after Rahul Gandhi Offer
  • Home
  • Election 2019
  • રાહુલ ગાંધીની ઓફર બાદ કેજરીવાલની બેઠક, દિલ્હી નહીં પણ અહીં ફસાયો છે ‘કેસ’

રાહુલ ગાંધીની ઓફર બાદ કેજરીવાલની બેઠક, દિલ્હી નહીં પણ અહીં ફસાયો છે ‘કેસ’

 | 4:43 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(આપ) વચ્ચે બેઠકોની વહેંચણીના 4-3 ફોર્મ્યુલા બાદ બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનના સમાચાર ફરી તીવ્ર બન્યા છે. રાહુલના ઓફર બાદ મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના આવાસે બેઠક બોલાવી.

મીડિયા સૂત્રો મુજબ આમ આદમી પાર્ટીએ રાહુલના ઓફરના જવાબમાં અન્ય બીજી એક ઓફર આપવાની રણનીતિ બનાવી રહી છે. જેની હેઠળ પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને 3 બેઠકો આપવાને બદલે હરિયાણામાં બેઠકની માગ કરી શકે છે. રિપોર્ટ મુજબ કેજરીવાલના આવાસે થયેલ બેઠકમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ હાજર રહ્યા હતા અને નક્કિ કરવામાં આવ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે વાટાઘાટ ‘આપ’ તરફથી સંજય સિંહ કરશે.

જ્યારે બેઠક બાદ સંજયે પત્રકારોને જણાવ્યું કે, ગઠબંધન પર કોંગ્રેસ સાથે વાટાઘાટ માટે અરવિંદ કેજરીવાલે મને અધિકૃત કર્યો છે. હવે કોંગ્રેસે બતાવવાનું છે કે તેમના તરફથી કોણ આધિકારિક વાતચીત કરશે? રાહુલ ગાંધી સમજદાર છે કે ગઠબંધનની વાતચીત ટ્વિટર પર નહીં બેઠક દ્વારા થાય છે.’ ઉપરાંત મનીષ સિસોદિયાએ પણ તેમના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ સાથે દિલ્હીની મિત્રતાને હરિયાણા સુધી પહોંચાડવાના સંકેત આપ્યા છે.

‘આપ’નો ગઠબંધન ફોર્મ્યુલા:

સૂત્રો મુજબ જો કોંગ્રેસ માત્ર દિલ્હીમાં ‘આપ’ સાથે ગઠબંધન કરશે તો અરવિંદ કેજરીવાલ 2થી વધુ બેઠક આપવા માટે તૈયાર નથી. જો કોંગ્રેસને દિલ્હીમાં 3 બેઠકો જોઈએ તો હરિયાણામાં પણ ‘આપ’ સાથે બેઠકોની વહેંચણી કરવી પડશે. તેથી સંભવ છે કે આવનારા સમયમાં કોંગ્રેસ તરફથી ગઠબંધન પર પ્રતિનિધિત્વ કરનાર સામે પણ સંજય સિંહ આ ફોર્મ્યુલાને રજૂ કરે.

કોંગ્રેસનો ગઠબંધન ફોર્મ્યુલા:

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીની 7 લોકસભા બેઠકોમાંથી ‘આપ’ને 4 બેઠકો આપવા તૈયાર છે. પરંતુ કોંગ્રસના પ્રસ્તાવને ‘આપ’ના નેતાઓને અયોગ્ય ગણાવ્યો છે. સોમવારે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો કે તમારું ટ્વિટ દેખાડે છે કે ગઠબંધન તમારી ઈચ્છા નથી માત્ર દેખાવો છે. મને દુખ છે કે તમે નિવદેનો આપી રહ્યા છો. આજે દેશને બીજેપીથી બચાવવો મુખ્ય છે. ત્યારે દુર્ભાગ્ય છે કે તમે યુપી અને અન્ય રાજ્યોમાં મોદી વિરોધી વોટ વહેંચી બીજેપીની મદદ કરી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન