Aryan has been tried in court five times since his arrest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • તારીખ પે તારીખ ! આર્યન ખાનને કેમ નથી મળી રહ્યા જામીન ?

તારીખ પે તારીખ ! આર્યન ખાનને કેમ નથી મળી રહ્યા જામીન ?

 | 2:20 pm IST
  • Share

સુશાંતસિંહ રાજપૂતના મોત પછી બોલિવૂડ સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સને લઈને અનેક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ NCBની ક્રૂઝની એક પાર્ટીમાં રેડ કરવામાં આવી હતી. જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન આ ડ્રગ્સ કેસમાં આરોપી છે. અભિનેતાના પુત્રને હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. મેજીસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. આર્યન ખાન સહિત 8 લોકોને 2 ઓક્ટોબરે એનસીબીએ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાંથી ઝડપી પાડ્યો હતો. એનસીબી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ક્રૂઝમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. એનસીબીની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તેણે ડ્રગ્સનું સેવન કર્યુ હતું. આર્યનની ધરપકડથી લઈને અત્યાર સુધીમાં 5 વખત કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. પરંતુ સતીશ માનશિંદે જેવા દિગ્ગજ વકીલ પણ આર્યનને જામીન નથી અપાવી શક્યા.

3 ઓક્ટોબર

એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. એનસીબીએ આર્યન, અરબાઝ અને મુનમુનને મેજિસ્ટ્રેટ આર.કે. રાજ ભોસાલેની હોલિ ડે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓને એક દિવસ સુધી એનસીબીની રિમાન્ડમાં મોકલી આપ્યા હતા.

4 ઓક્ટોબર

એક દિવસના રિમાન્ડ સમાપ્ત થયા બાદ 4 ઓક્ટોબરે ફોર્ટ કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી હતી. આ વખતે કોર્ટે આર્યન ખાન સહિત અરબાઝ અને મુનમુનના એનસીબી રિમાન્ડમાં વધુ ત્રણ દિવસનો વધારો કર્યો હતો.

7 ઓક્ટોબર

એનસીબીએ કોર્ટમાં આર્યન સહિત તમામ 8 આરોપીઓના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. કોર્ટે કહ્યું કે તેમને કોઈપણ કારણ વગર એનસીબીના રિમાન્ડમાં રાખવું ખોટું હશે. NCB ને કસ્ટોડિયલ પૂછપરછ માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેથી હવે આર્યન ખાન સહિત તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

8 ઓક્ટોબર

આર્યન ખાનની જામીન અરજી ફોર્ટ કોર્ટમાં કરવામાં આવી. અંદાજીત 5 કલાકની ચર્ચા પછી કોર્ટે માન્યું કે આર્યન ખાનને મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામીન આપી શકાય નહીં. કોર્ટે જામીન અરજી યોગ્ય ન હોવાનું કહીને તેને ફગાવી દીધી હતી.

11 ઓક્ટોબર

આર્યન ખાન અને અન્ય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં શરૂ થઈ. NCB એ આરોપીની જામીન અરજી પર પોતાનો જવાબ તૈયાર કર્યો ન હતો. કોર્ટે 13 ઓક્ટોબરની સવાર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. એ પણ કહ્યું કે આ મામલાની સુનાવણી તે જ દિવસે બપોરે 2:45 વાગ્યે થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો