Aryan Khan Can Eat All This In Jail, See Jail Canteen Menu
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન ખાનને જેલની કેન્ટીનમાં શું ખાવાનું મળશે? જાણો કેન્ટીનનું મેનુ

આર્યન ખાનને જેલની કેન્ટીનમાં શું ખાવાનું મળશે? જાણો કેન્ટીનનું મેનુ

 | 11:40 am IST
  • Share

  • આર્યન ખાનને મની ઓર્ડરના પૈસા મળ્યા

  • હવે 6 દિવસ સુધી ખાશે જેલ કેન્ટીનનું ખાવાનું

  • જાણો શું છે કેન્ટીનનું મેનુ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી કસ્ટડીમાં છે અને તેની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી. 14 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણી બાદ પણ તેને જામીન મળ્યા નથી. આગામી સુનાવણી 20 ઓક્ટોબરના રોજ થવાની છે, જેથી તેણે વધુ છ દિવસ જેલમાં વિતાવવા પડશે. 

આર્યન ખાનને મળ્યો 4500 રૂપિયાનો મનીઓર્ડર

જણાવી દઈએ કે અગાઉ શાહરૂખ ખાને આર્યન ખાનને મની ઓર્ડરમાં 4500 રૂપિયા મોકલ્યા હતા. આ રકમથી આર્યન એક મહિનામાં કેન્ટીનમાંથી કોઈપણ વસ્તુ ખરીદી શકે છે. આર્થર રોડ જેલની કેન્ટીનમાંથી દરેક કેદીને એક મહિનામાં માત્ર 4500 રૂપિયાનો મનીઓર્ડર મળી શકે છે.

આર્યન ખાને વધુ 6 દિવસ રહેવું પડશે જેલમાં

હવે જયારે આર્યન ખાને 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવાનું છે ત્યારે સ્વાભાવિક છે કે તેણે ત્યાં ભોજન પણ કરવું પડશે. તો જણાવી દઈએ કે જેલની કેન્ટીનમાં શું ઉપલબ્ધ છે જે આર્યન ખાન ખરીદી શકે છે. કેન્ટીનના મેનુમાં તો અહીંના મેનુમાં બ્રેડ, ફરસાણ/નમકીન, ભેલ, વડાપાવ, ભજીયાપાવ, સમોસા, ચિકન થાળી, એગ થાળી, મિનરલ વોટર અને જ્યુસ છે.

20 ઓક્ટોબરે થશે સુનાવણી

જણાવી દઈએ કે આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટમાં ગુરુવારે સુનાવણી યોજાઈ હતી. NCB અને આર્યન ખાનના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ફરી એકવાર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. આર્યન ખાનની જામીન પર ચુકાદો તે જ દિવસે સંભળાવવામાં આવશે. જજ વીવી પાટીલે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

રેવ પાર્ટી પર દરોડા

જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 2 ઓક્ટોબરે મુંબઈમાં ક્રુઝમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો