Aryan Khan Drug Case: Target over dead mother says Sameer Wankhede
  • Home
  • Entertainment
  • Bollywood
  • સમીર વાનખેડે એ કોર્ટમાં આપ્યું ચોંકાવનારું નિવેદન

સમીર વાનખેડે એ કોર્ટમાં આપ્યું ચોંકાવનારું નિવેદન

 | 1:28 pm IST
  • Share

  • સમીર વાનખેડેએ કોર્ટમાં કહ્યું- મને ટાર્ગેટ કરાઇ રહ્યો છે

  • NCB એ શરૂ કરી તપાસ

  • સમીર વાનખેડેને દિલ્હી બોલાવ્યા

આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. એક બાજુ જ્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, મુંબઇના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે એ સેશન્સ કોર્ટમાં વ્યક્તિગત રીતે સોગંદનામું રજૂ કર્યું છે તો NCB એ સમીર વાનખેડેની વિરૂદ્ધ ઇન્ટરનલ ઇન્કવાયરી એટલે કે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. મુંબઇથી એક રિપોર્ટ દિલ્હી મોકલવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે સોમવારના રોજ સમીર વાનખેડે કોર્ટ પહોંચ્યા અને તેમણે વિટનેસ બોક્સમાં ઉભા રહીને કહ્યું કે જ્યારથી તેઓ ક્રૂઝ ડ્રગ્સની કેસની તપાસમાં લાગ્યા છે તેમને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. તેમને અને તેમના પરિવારને ધમકી મળી રહી છે. સમીર વાનખેડે એ કહ્યું કે આ બધું કરીને કેટલાંક લોકો તપાસને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

સેશન્સ કોર્ટમાં સોમવારના રોજ બે સોગંદનામા દાખલ કરાયા છે. તેમાંથી એક સોગંનામું એનસીબીની તરફથી છે જે ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સેલના આરોપોને લઇ છે જ્યારે એક બીજું સોગંદનામું વ્યક્તિગત રીતે સમીર વાનખેડે એ આપ્યું છે. સમીર વાનખેડે એ કહ્યું કે કેસને બટકાવાની કોશિશ થઇ રહી છે. કોર્ટમાં સમીર વાનખેડે એ કહ્યું કે ડ્રગ્સ કેસની તપાસને પ્રભાવિત કરવામાં આવી રહી છે. તેમની છબીને ખરાબ કરવાની કોશિશ કરાય રહી છે. તેમના અને તેમના પરિવારની સાથે તેમની બહેન અને દિવંગત માતાને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

મંગળવારે દિલ્હી જશે સમીર વાનખેડે, થશે તપાસ!

સમીર વાનખેડે આ બધાની વચ્ચે મંગળવારના રોજ દિલ્હી પહોંચી રહ્યા છે. NCB હેડક્વાર્ટરમાં તેમની મીટિંગ છે. કહેવાય છે કે મુંબઇથી એક રિપોર્ટ બનીને દિલ્હી હેડક્વાર્ટર મોકલાયો છે. NCBના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહ આ ઇન્ટરનલ ઇન્કવાયરીનું નેતૃત્વ કરી રહ્યા છે. જો કે તેમણે તેના પર કંઇક કહેવાની ના પાડી દીધી કે સમીર વાનખેડે પદ પર બની રહેશે કે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો