આર્યન મેનની નવી ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ૨૭ એપ્રિલે આવશે - Sandesh
  • Home
  • Entertainment
  • આર્યન મેનની નવી ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ૨૭ એપ્રિલે આવશે

આર્યન મેનની નવી ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ૨૭ એપ્રિલે આવશે

 | 1:37 am IST

માર્વલ કોમિકસ પર આધારિત એકશન મૂવી સિરીઝ આર્યન મેનની નવી ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર બનીને તૈયાર છે. આર્યન મેન સિરીઝની આ સાતમી ફિલ્મ છે. આ ફિલ્મ બાદ રોબર્ટ ડી જુનિયર આ ફિલ્મની સિરીઝમાં આર્યન મેન તરીકે કયારેય જોવા નહીં મળે. ટોની સ્ટાર્કના સશકત કિરદારને નિભાવનાર રોબર્ટ ડાઉની જુનિયર ખૂબ જ લોકપ્રિય અભિનેતા બની ગયો છે. આ ફિલ્મમાં સ્ટાર્ક અને થેનોસ વચ્ચેનું યુદ્ધ દર્શાવવામાં આવશે. એક મહાયુદ્ધ બાદ હંમેશાં માટે એક અંત આવશે એવી કેપ્શન સાથે રોબર્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મ વિશ્વભરમાં ૨૭ એપ્રિલે રિલીઝ થવાની છે.