એક સાચા મિત્ર તરીકે અમેરિકાએ ભારતની ચિંતા અને સમસ્યા સમજવાની જરૂર છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • એક સાચા મિત્ર તરીકે અમેરિકાએ ભારતની ચિંતા અને સમસ્યા સમજવાની જરૂર છે

એક સાચા મિત્ર તરીકે અમેરિકાએ ભારતની ચિંતા અને સમસ્યા સમજવાની જરૂર છે

 | 2:00 am IST
  • Share

ભારત અને અમેરિકા વચ્ચેનાં સંબંધો એક મિત્ર દેશથી પણ વિશેષ છે. બંને દેશો વચ્ચેનો સંરક્ષણ સહયોગ કરાર અનેક વિશેષાધિકારોથી ભરલો છે. સંકટનાં સમયે એકબીજાની મદદ કરીને પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા તેમાં પ્રતિબિંબિત થાય છે. એશિયા પેસિફિકમાં ચીનની નજર સાઉથ ચાઈના સી પછી હિંદ મહાસાગરમાં કબજો જમાવવા મંડાયેલી છે ત્યારે અમેરિકા ભારતની ચિંતા અને સમસ્યાઓ સમજે અને તે મુજબ સહાય કરે તેમાં જ સાચા મિત્રનું પ્રતિબિંબ પડે છે. ભારત સૈન્ય દ્વારા સંચાલિત પાકિસ્તાનનાં આતંકવાદનો અને ર્ધાિમક કટ્ટરવાદનો સામનો કરી રહ્યું છે. દરિયાઈ ક્ષેત્રોમાં પોતાનું પ્રભુત્વ જમાવવા ચીન દ્વારા ઇન્ડો પેસિફિક રિજિયનમાં પગપેસારો કરવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોને દબડાવવા તે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યું છે ત્યારે ઇન્ડો પેસિફિકમાં વિસ્તારમાં તેનાં વિસ્તારવાદને રોકવા ત્રણ દેશો ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકાની નવી ધરી રચાઈ છે. છેંદ્બેંજી તરીકે ઓળખાનાર આ નવી ધરીથી ચીન સામેની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તે નક્કી છે. ચીનની વિસ્તારવાદની મહત્ત્વાકાંક્ષાને રોકવા આ સિવાય ૪ દેશો ભારત. અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ નામનું સંગઠન રચ્યું છે. ચીનને આંતરરાષ્ટ્રીય નીતિ નિયમોનું પાલન કરવાની ફરજ પાડવાનાં ઇરાદાથી તેની રચના કરાઈ છે. ક્વોડની રચનામાં લશ્કરી માળખાને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી તે સારી અને આવકાર્ય વાત છે. જે કંઈ થવાનું છે તે ડિપ્લોમેટિક રીતે થવાનું છે. બીજી વાત એ કે તેનો અભિગમ રચનાત્મક રાખવામાં આવ્યો છે જેણે આ વિસ્તારમાં રહેતા લોકોનાં તેની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી છે. તે એવી રીતે કામ કરવાનું છે કે, જે દક્ષિણ પૂર્વ એશિયાનાં દેશોને સાનુકૂળ હોય. આથી આ વિસ્તારમાં કોઈપણ નવી વ્યવસ્થા આકાર લે તેમાં તેની ભૂમિકા પાયાની રહેવાની છે. ક્વોડ સંગઠન હેઠળનાં વિસ્તારોમાં વસતા લોકોને અમેરિકા કે ચીન એ બંનેમાંથી કોઈ એક માટે પસંદગી કરવાની ફરજ પડશે નહીં. આમ સર્વસામાન્ય અને સર્વસ્વીકાર્ય વાત એ છે કે, અમેરિકાએ ખાસ કરીને ઇન્ડો પેસિફિકની સુરક્ષા અને અન્ય દેશોનાં વેપાર વિકસાવવા માટે મુક્ત અવરજવર પર જ ખાસ ફોકસ કર્યું છે. તેનો ઇરાદો ઇન્ડો પેસિફિકમાં ચીનને અંકુશમાં રાખવાનો છે અને તે પણ ભારતનાં હિતો જાળવવાની સાથે આગળ વધવા માંગે છે. પૂર્વનાં દેશો માટેનો નીતિવિષયક અભિગમ તદ્દન સ્પષ્ટ છે પણ પિૃમનાં દેશો માટે તેમાં હજી થોડો તફાવત જોવા મળી રહ્યો છે જે ભારત માટે ચિંતાનો મુખ્ય વિષય છે. પિૃમમાં ભારત લશ્કર દ્વારા અંકુશિત પાકિસ્તાનનાં અટકચાળાનો વખતોવખત સામનો કરતો રહ્યો છે. જે આતંકવાદ અને ર્ધાિમક કટ્ટરવાદ ફેલાવતું રહ્યું છે. હવે ભારત માટે નવું જોખમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સામનો કરવાનું છે. જે કટ્ટરવાદી ઇસ્લામિક જૂથોનું નવું કેન્દ્ર બની રહ્યું છે. તેમાં અલ કાયદા તેમજ હક્કાની નેટવર્ક જેવા આતંકવાદી સંગઠનો પણ સામેલ છે. ભારત વિરુદ્ધનો તેમનો એજન્ડા સ્પષ્ટ અને નક્કર છે. પિૃમમાં ભારતે હવે ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરી સામે લડવાનું છે. કાબુલ સુધી પહોંચવા ચીન દ્વારા પાકિસ્તાનને સપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત આજકાલ તેની સીમામાં ઘૂસણખોરી કરનાર ચીન સાથે પણ સંઘર્ષ ખેલી રહ્યો છે. અમેરિકા સાથેને સહયોગ નિિૃતપણે ભારતને મદદ કરી રહ્યો છે. ચીન સાથેની મંત્રણામાં તેનાંથી કેટલાક રસ્તાઓ ખુલ્લા રહ્યા છે. ભારતને ચીન સાથેની વાટાઘાટોમાં તે મદદ કરી રહ્યા છે. ગુપ્ત માહિતીની આપ-લેનાં સારા પરિણામો લદ્દાખમાં જોવા મળ્યા છે. પણ અમેરિકાએ એક વાત સારી રીતે સમજવી જોેઈએ કે, નવી દિલ્હી પૂર્વ અને પિૃમ કે ચીન અને પાકિસ્તાન કે કોઈ એક દેશનાં સીધેસીધા આક્રમણ કે કોઈ દેશ દ્વારા પ્રેરિત આતંકવાદ વચ્ચે કે દેશો – દેશો વચ્ચેની કે દરિયાઈ જળ સીમા વચ્ચે અંતર રાખી શકે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો