As an active member of the committee, Amey consented to the celebration
1.6M
1M
1.7M
APPS

તેરા દર્દ ના જાને કોઈ… 

 | 12:30 am IST
  • Share

યેલું એવું કે સોસાયટીના પચીસમા સ્થાપના દિવસ નિમિત્તે મેનેજમેન્ટ કમિટીના સભ્યો જોરશોરથી ઉજવણી કરવા માંગતા હતા. કમિટીના સક્રિય સભ્ય તરીકે અમેય સેલિબ્રેશન માટે સંમતિ આપી દીધી. અમને એમ પણ જાતજાતની ઉજવણીઓ કરવાનું પહેલેથી ગમે છે. ખોટું શું બોલવાનું વળી? ઉજવણી અને એ નિમિત્તે કાર્યક્રમનાં સૂચનો મંગાવતો સરક્યૂલર ફ્ેરવતા વેંત કમિટીના દસેદસ સભ્યોના મોબાઈલ સતત રણકવા માંડયા. જાતજાતનાં સૂચનો પછી સર્વાનુમતે રવિવારના દિવસે બપોરે ચાર વાગ્યાથી કાર્યક્રમ શરૃ કરવાનું નક્કી થયું. ચારથી સાંજે છ સુધી બાળકો માટે સ્ટેજ પ્રોગ્રામ, એ પતે એટલે સોસાયટીના સીનિયર સીટિઝનોનું આયુર્વેદની બેઝિક દવાઓની કીટથી અભિવાદન અને છેલ્લે કમિટી મેમ્બર્સને કંઈ કહેવું હોય તો એના માટે ત્રીસ મિનિટ ફળવવામાં આવી. શાર્પ સાડા આઠે સોસાયટીના કોમન પ્લોટમાં બુફ્ે ડિનર.  

બીજું બધું તો સરસ સેટ થઈ ગયું પણ ડિનરમાં કઈ કઈ આઈટમ રાખવી એ અંગે કમિટી મેમ્બર્સમાં રીતસરના ફંટા જેવા પડી ગયા. અમારે તો એમાં કંઈ કરવાનું હતું નહીં, કારણ કે અમે ન બનાવ્યું હોય એવું કંઈ પણ અમને ભાવતું જ હોય છે. ફ્લેક્સિબલ માય ફ્રેન્ડ , ફ્લેક્સિબલ. એટલે અમે તો શાંતિપૂર્વક બધી ચર્ચાનો લુત્ફ્ ઉઠાવી રહેલા. ચર્ચા ગરમાવો પકડી રહેલી. બધાય સામસામે બાંયો ચડાવતા આવી ગયા ને જૂના ચોપડા ખૂલવા માંડયા. ‘વ્હુ, વ્હોટ, વ્હેન, વ્હેર, વ્હાય એન્ડ હાઉ’ ના જવાબો ઉછળવા માંડયા. એક ક્ષણે તો અમને એમ થયું કે ત્રીજા વિશ્વયુદ્ધની શરૃઆત અહીંથી જ થશે કે શું? રૃમની ખુરશીઓ ઉછળવા માંડે એ પહેલાં જમવાનું સેટ થયું. ઘડીક પહેલાં ગળાં કાપવાં સુધી પહોંચી ગયેલા (અ)સભ્યો આભારવિધિ માટે અચાનક જ એકબીજાનું નામ સૂચવવા માંડયા. ટીપુભાઈએ ‘આભારવિધિ તો અત્યાર સુધી ચર્ચામાં સાઇલન્ટ રહેલા સભ્ય જ કરશે અને એ પહેલાં આપણે એમનું સન્માન કરીશું.’ ની જાહેરાત કરી. પાસિંગ ધ પાર્સલ રમતા હોઈએ ને આપણી પાસે પાર્સલ આવે એ જ વખતે જો સંગીત બંધ થાય તો જેવી થાય એવી અમારી સ્થિતિ હતી. આ રીતે એકદમ ર્સિવસ આવી પડતા અમે તો બઘવાઈ જ ગયા. આટલું બધું માન હજુ સુધી અમને મળ્યાનું યાદ નથી. ઝિલમિલ આંખે મૌન રહીને અમે ટીપુભાઈનો આભાર માની રહ્યાં. પોતપોતાને સોંપાયેલી જવાબદારી અદા કરવાની ખાતરી સાથે ચા-નાસ્તાને ન્યાય આપ્યા બાદ કમિટી વિખેરાઈ. ને બીજા દિવસથી સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લેનારા બાળગોપાળોએ પોતાની રીતે ડાન્સ પ્રેક્ટિસ, વાચિકમ્, એકપાત્રીય અભિનય વગેરેની ધૂમ તૈયારી આદરી દીધી. કોઈને ઇનામ કે એવું કંઈ આપવાનું ન હતું તોય બધા પોતાને ધ બેસ્ટ સાબિત કરવાની મથામણમાં હતા. અમેય એ દિવસે શું પહેરીશુંના વિચારોમાં રોજ નવાં નવાં કપડાં સિલેક્ટ કરીએ ને પાછા રિજેક્ટ કરીએ. ચૌદમા દિવસે મોડી સાંજે ડેકોરેટરને ત્યાંથી ખટારો આવ્યો. બે કલાકમાં તો ટેબલ, ખુરશીઓ, જમણવાર માટેનાં વાસણો, મંડપ અને સ્ટેજ માટે થાંભલાઓ,પાટિયાઓ, માઈક સિસ્ટમ વગેરે બધું વ્યવસ્થિત બંધાઈને તૈયાર. આખરે એ દિવસની બપોર પડી. ડિઝાઈનર કપડાંમાં શોભતા અમે સુખાસન પર બેસીને મમરા ફંકતાં ફંકતાં બધો નજારો માણી રહેલા. કલાકેક પછી શરૃ થનારા કાર્યક્રમની આભારવિધિમાં બોલવા માટે સ્પીચ પણ લખીને તૈયાર હતી. આમ તો જોયા વિના જ બોલવાનું આપણને ફવે પણ શું છે કે કાગળ સાથે હોય તો સારું પડે, યુ નોવ. પોણા ચાર વાગવામાં જ હતા ને અચાનક જ એક મમરો અમારા દાંત સાથે યુદ્ધે ચડયો. નિર્દોષ દેખાતો મમરો આમ દગો કરશે એવી કોને ખબર હતી? મમરાને કારણે દાંતે પણ બળવો પોકાર્યો. લાગલો જ ડેન્ટિસ્ટને ફેન કર્યો. રવિવાર હોવા છતાં અમારી સારી શાખને લીધે ડોક્ટરે ક્લિનિક પર પહોંચવા કહ્યું. તાત્કાલિક સારવાર શરૃ થઈ ગઈ. અમારો જીવ તો સોસાયટીના કાર્યક્રમમાં હતો. ફ્ટાફ્ટ અમારી હાલત અંગે ટીપુભાઈને મેસેજ કરી દીધો. આભારવિધિ સુધીમાં તો પહોંચી જ જવાશે એમ પણ જણાવ્યું. દાંત કાઢવો જ પડે એમ હતું એટલે શું થાય? બસપન કા પ્યારને જતો અમે લાચારીથી જોઈ રહ્યાં. હજુ સાત જ વાગેલા એટલે હવે ચિંતા નહીં એમ વિચાર્યું. બધું પત્યું એટલે ડોક્ટરે દવાની સાથે સલાહ પણ આપી.’ બે કલાક સુધી કંઈ બોલશો નહીં. બહેરું કરેલું છે એટલે તમને ચવાઈ જશે તોય ખબર નહીં પડે.’ છેવટે દુખતા મોઢે અને ચચરતા હૈયે અમે કાર્યક્રમમાં પહોંચ્યા. આવી ગયા આવી ગયાના અવાજો વચ્ચે અમને કોઈ સ્ટેજ સુધી દોરી ગયું. ઉદ્ઘોષકે અમારો પરિચય વાંચવા માંડયો. નવેસરથી ટીપુભાઈ પર માન થવા માંડયું. ખરો હીરાપારખુ નીકળ્યો આ માણસ! કોઈ પુસ્તકની પ્રસ્તાવનાય અમારા નામે છે એ સાંભળતા જ અમે જરા ચોંક્યા કે અમે જિંદગીમાં કોઈ પુસ્તકનું પહેલું પાનું કદી વાંચ્યું નથી તે લખવાની વાત તો જોજનો દૂર છે. અમે તરત જ હાથ વડે ‘ના ના’ નો ઈશારો કરવા લાગ્યા. પણ ઉદ્ઘોષકભાઈ એને અમારી નમ્રતા સમજી બેઠા અને પેલી તથાકથિત પ્રસ્તાવનાનાંય ગુણગાન ગાવા લાગ્યા. હવે અમારા માટે ચૂપ રહેવું અસંભવ હતું. દુખાવા કે ડોક્ટરની સલાહને અવગણીને અમે જોરથી બૂમ પાડી ‘એ અમે નહીં…’ ઓડિયન્સ ને આયોજકો મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. એટલે ઝડપથી અમે પેલો અમારી સ્પીચવાળો કાગળ ટીપુભાઈને પકડાવી દીધો ને આભારવિધિ અમારા વતી એક નાનકડી કન્યાએ કેટલા ડર્ટી હેન્ડરાઈટિંગ છે બોલતાં બોલતાં વાંચી. ત્યાં વાત પૂરી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો