As soon as Dhoni hit the winning shot, his wife Sakshi became emotional
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • માહી માર રહા હૈ : ધોનીએ વિનિંગ શૉટ ફટકારતા જ પત્ની સાક્ષી ભાવુક બની

માહી માર રહા હૈ : ધોનીએ વિનિંગ શૉટ ફટકારતા જ પત્ની સાક્ષી ભાવુક બની

 | 11:05 am IST
  • Share

  • ધોનીએ વિનિંગ શૉટ ફટકારતા જ પત્ની સાક્ષી ભાવુક બની
  • ધોનીનો જુનો અંદાજ જોઈને લોકોની ખુશીનો પાર ન રહ્યો
  • પોતાના ફેવરિટ સ્ટારને જૂના રંગમાં જાેતા બાળકો ભાવુક થઇ ગયા

 

ધોનીએ ટીમને જીત અપાવી ત્યારે સ્ટેન્ડસમાં બેઠેલા બે બાળકો ભાવુક થઇ ગયા અને રડવા લાગ્યા. પોતાના ફેવરિટ સ્ટારને જૂના રંગમાં જાેતા બાળકો ભાવુક થઇ ગયા, મેચ બાદ તેમને ધોની તરફથી સૌથી મોટી ગિફ્ટ મળી. ધોનીએ એક બોલ પર સાઇન કરી અને તેમને આપી દીધો.  છેલ્લી ઓવરના પહેલા બોલ પર મોઈન અલી મોટો શોટ રમી લેવાના ચક્કરમાં આઉટ થયો. આ પછી ધોનીએ સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. જાેકે તે દરમિયાન ધોનીને કિસ્મતનો સાથ મળ્યો. આ દરમિયાન ટોમ કરને પણ એક બોલ વાઈડ ફેંક્યો હતો. ઓવરના ચોથા બોલ પર તેણે ચોગ્ગો ફટકારીને મેચ પોતાના નામે કરી હતી. રવિવારે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ચેન્નાઈએ ૨૦૨૧માં પહેલા જ કવોલિફાયરમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાનું શાનદાર પરફોર્મ કરી પ્રશંસકોને મોટી ભેટ આપી છે.

ચેન્નઇના કેપ્ટને એક વખત ફરી તેનો અસલી રંગ બતાવ્યો હતો. ધોની આજે ફરી મેદાન પર દમદાર રીતે ઉતર્યો હતો. એ સમયે ચેન્નઇ ટીમ મુશ્કેલીમાં હતી જેનો ધોની તારણ હાર બનીને આવ્યો તેમ કહી શકાય. મેચ રોમાચંક હતો અને ગમે તે તરફ જઇ શકે તેમ હતો. આવા સમયે ધોની ક્રિઝ પર આવ્યો. જાેકે ઘણા લોકો આશ્ચર્યચકિત હતા કારણ કે હજુ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને ડ્‌વેન બ્રાવો જેવા બેટ્‌સમેન બાકી હતા. પરંતુ ધોનીએ તેની રમતથી તમામ ટીકાકારોને શાંત કર્યા. માહીની પત્ની સાક્ષી તેની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં અને ભાવુક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ જોઈ શકાતા હતા. માહીની પુત્રી જીવા તેના પિતા માટે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. ધોનીએ વિનિંગ શોટ ફટકારતા જ સાક્ષી આનંદથી ઉછળી પડી. તેણે દીકરી જીવાને ગળે લગાવી દીધી. આ ભાવનાત્મક તસવીરે દરેકનું ધ્યાન ખેંચ્યું . તેમાં સંતોષની ભાવના પણ હતી. તે બતાવતી હતી કે જેમ સાક્ષી કહેતી હતી – માહી ઇઝ બેક તે સાચુ પડ્યુ. દર્શકો પ્રશંસકો અને ખાસ તો સાક્ષી માટે આ પલ અણમોલ હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો