As soon as he gets popularity, Kapil Sharma becomes proud
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેમ વારંવાર કપિલ શર્માની લોકપ્રિયતાના શિખરો સુધી પહોંચતા જ પડતી ચાલુ થઈ જાય છે ?

કેમ વારંવાર કપિલ શર્માની લોકપ્રિયતાના શિખરો સુધી પહોંચતા જ પડતી ચાલુ થઈ જાય છે ?

 | 10:13 pm IST
  • Share

સફળતા જ્યારે માથા પર ચઢી જાય તો સમજવું જોઈએ કે વિનાશ નજીક જ છે. કહેવામાં આવે છે કે સફળતા દરેક વ્યક્તિ પચાવી નથી શકતો. કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) પણ કેટલીક વખત તેનો શિકાર થયો છે. તે જ્યારે પણ પોતાની લોકપ્રિયતાની ચરમ સીમા સુધી પહોંચે છે તો ખબર નહીં કેમ તેને શું થઈ જાય છે. તેની ધીરે ધીરે પડતી શરૂ થઈ જાય છે. પરંતુ કેટલાક સારા કર્મો અને પરિવારના પગલે દરવખતે તે બચી જાય છે. એક સમય હતો જ્યારે કે કંટ્રોવર્સી અને કપીલ એક સિક્કાના બે પહેલુ બની ગયા હતા. પરંતુ પછીના દિવસોમાં બધુ બરાબર થઈ ગયું હતું. પરંતુ હાલમાં ફરી એક વખત એવી ઘટના બની છે જે કોઈપણને દુઃખી કરનારી છે.

kapil sharma

સ્ટાર જિંદગીમાં સફળતાના શિખરો પાર કર્યા પછી પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે ખુબ જ ખરાબ હોય છે. કોમેડિયન કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ ઉપર વ્હીલ ચેર ઉપર બેસીને જઈ રહ્યો હતો. તો કેટલાક ફોટોગ્રાફરે ફોટો લેવાનું અને વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ જોતા જ કપીલ શર્મા ભડકી ઉઠ્યો હતો. તેણે ફોટોગ્રાફર્સને પાછળ હટવાનું કહેતા ઉલ્લુ કા પઠ્ઠા કહી દીધુ હતું. એક ફોટોગ્રાફરે કપિલ શર્માની તબિયત વિશે પૂછી લીધું તો કપિલ શર્માએ તેની સાથે ખરાબ વર્તન કરીને ગાળી દેવાનું શરૂ કરી દીધું હતું.  

kapil sharma

કપિલ શર્માનો આવો વ્યવહાર એરપોર્ટ ઉપર હાજર ફોટોગ્રાફર્સને બિલકુલ પસંદ ન આવ્યો. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો નારાજગી પ્રગટ કરી રહ્યા છે. આ ઘટનાના ફોટો અને વીડિયો શેર કર્યા પછી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ટ્રોલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, પૈસા કપિલાના મગજમાં ચઢી ગયા છે. તો કોઈ આ અભિમાનને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કહી રહ્યું છે. કપિલ શર્માની સાથે આવી ઘટના અવાર નવાર બની રહી છે. કપિલ શર્માને વારંવાર તેની લોકપ્રિયતા અને પૈસાના પગલે અભિમાનને લઈને પોતાની મહેનત ઉપર પાણી ફેરવી દે છે.

kapil sharma

કોમેડી શો અને રિયલ લાઇફ વચ્ચે બહુ તફાવત હોય છે. કોમેડી શોમાં તમે કોઇ પણ ઘટનાને હસી કાઢીને તેમાંથી પણ રમૂજ પેદા કરી શકો છો. રિયલ લાઇફમાં તેવું બનતું નથી. કોમેડી શોના સરતાજ ગણાતા કપિલ શર્મા શોમાં કપિલે ઘણી વખત ડૉ. મશહૂર ગુલાટી અથવા તેમની મહિલા આવૃત્તિ જેવી રિન્કુ ભાભીનું અપમાન કર્યું હશે, પણ તે તમાશાનો ભાગ હતો. કપિલ શર્માએ જ્યારે ફ્લાઇટમાં દારૂના નશામાં મશહૂર ગુલાટી અને રિન્કુ ભાભીનો કિરદાર ભજવતા કોમેડિયન સુનિલ ગ્રોવરનું રિયલ લાઇફમાં અપમાન કર્યું ત્યારે તેને તે અપમાન હાડોહાડ લાગી ગયું હતું. કપિલ શર્મા ડબલ રૂપિયા આપે તો પણ તેના શોમાં પાછા ન ફરવાનો સંકલ્પ સુનિલ ગ્રોવરે કર્યો છે.

kapil sharma

કપિલ શર્માને ભારતનો સર્વપ્રથમ કોમેડી સુપરસ્ટાર કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં થાય. અમૃતસર જેવાં નાનકડાં શહેરમાં આવીને કપિલ શર્માએ કોમેડિયન તરીકે જે છાપ ઊભી કરી તેને કારણે આજે તે મુંબઇ જેવાં શહેરમાં રહીને કરોડો રૂપિયા કમાઇ રહ્યો છે. બોલિવૂડના નામાંકિત કલાકારો અને દિગ્દર્શકો કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે કતારમાં ઊભા હોય છે. કપિલની કોમેડી લાજવાબ હોય છે, પણ તેણે જે કોમેડિયનોની ટીમ ઊભી કરી તે વધુ અસરકારક પુરવાર થઇ છે. કપિલને જેમ સફળતા મળતી ગઇ તેમ તેના મગજમાં તેનો નશો વધતો ગયો. દારૂના અને સફળતાના નશામાં તેણે સુનિલ ગ્રોવરનું જે અપમાન કર્યું તેને કારણે સુનિલ ગ્રોવર ઉપરાંત અલી અસગરે અને ચંદન પ્રભાકરે કપિલ શર્માના શોનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો હતો. કપિલ શર્માએ આ ત્રણ કલાકારો સિવાય પોતાનો શો કર્યો ત્યારે તેનું અભિમાન પણ ચકનાચૂર થઇ ગયું હતું. તો ફરી એકવાર આ એરપોર્ટ ઉપર તેનું અભિમાન જોવા મળ્યું હતું. જેના પગલે તે ફરી લોકોની નજરમાંથી ઉતરી ગયો છે.

kapil sharma

આ વીડિયો પણ જુઓઃ ભાજપ વતી ગુજરાતની જનતાનો આભાર માનુ છુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન