આભ ફાટયું । ઓલપાડમાં ચાર કલાકમાં ધોધમાર ૧૨ ઇંચ, ખંભાતમાં ૧૧ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ - Sandesh
  • Home
  • Gujarat
  • આભ ફાટયું । ઓલપાડમાં ચાર કલાકમાં ધોધમાર ૧૨ ઇંચ, ખંભાતમાં ૧૧ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ

આભ ફાટયું । ઓલપાડમાં ચાર કલાકમાં ધોધમાર ૧૨ ઇંચ, ખંભાતમાં ૧૧ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ

 | 3:02 am IST

ખંભાતમાં ૧૮૦૦ વ્યકિતઓનું સલામત સ્થળે સ્થળાંતર

આણંદ : આણંદ જિલ્લાના છેવાડાના ખંભાતમાં શનિવારે ૬ વાગ્યાથી ૫ વાગ્યા સુધીમાં ૧૧ કલાકમાં ૧૬ ઈંચ જેટલું પાણી વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. શહેરના વિસ્તારો જાણે બેટમાં પરિર્વિતત થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાંથી ૧૮૦૦ ઉપરાંત વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર : રાજુલામાં બે, કોડીનારમાં એક ઈંચ વરસાદ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં શનિવારે રાજુલામાં બે ઈંચ, અને કોડીનારમાં એક ઈંચ વરસાદ પડયો છે. સુત્રાપાડા, ગીરગઢડા, તાલાલા, ઊનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. બાબરામાં ડુબી જતા બાળકનું મોત નીપજ્યું હતું.

રાજ્યમાં સરેરાશ ૫૨% વરસાદ 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી કુલ સરેરાશ વરસાદ બાવન ટકા  નોંધાયો છે. કચ્છ ઝોનમાં ૩૫.૯૪ ટકા, ઉત્તર ઝોનમાં ૩૩.૬૫,  પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૪૩.૫૯ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૭.૨૨  ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૭.૪૬ ટકા વરસાદ નોંધાયો છે.

વાંસદાના ભીનારમાં વીજ કરંટથી માતા-પુત્રનાં મોત

સુરત : વાંસદામાં ભીનાર ગામે વીજ કરંટ લાગતા માતા પુત્રનાં મોત થયાં હતા.સુરત શહેરમાં વરસાદ સાંજે સાત ઈંચને આંબી જતાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. જિલ્લના દાંતિ ગામે ૪૦થી ૫૦ ફૂટ ઊંચા મોજા દરિયામાં ઉછળતાં કિનારાનું પચાસ ફૂટનું ધોવાણ થયું છે અને વિસ્તારના ૨૦૦ જેટલાં મકાનોમાં પાણી પ્રવેશી ગયા છે.

ઓલપાડ તાલુકાના ૨૫થી વધુ ગામમાં પાણી ફરી વળ્યાં

સુરત : સુરત જિલ્લાના ઓલપાડમાં શનિવાર સવારે ૬થી ૧૦ કલાક દરમિયાન બાર ઇંચ વરસાદ ખાબકતાં ૨૫થી વધુ ગામમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ફરી વળ્યાં હતા. નિચાણવાળા વિસ્તારના ૭૦૦થી ઘરમાં પાણી ભરાઇ જતાં ૨,૪૯૬ વ્યક્તિઓનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. NDRF અને SDRFની એક એક ટીમ ઓલપાડમાં તહેનાત કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ શનિવારે સર્જાઈ હતી. સાંજે ૪ કલાક સુધીમાં હાંસોટમાં ૯ ઈંચ, વાલિયામાં ૬ ઈંચ, અંકલેશ્વરમાં ૫ ઈંચ, ભરૂચમાં ૪ ઈંચ, નેત્રંગમાં ૩ ઈંચ, વાગરામાં ૨.૫ ઈંચ, જંબુસરમાં ૨.૫ ઈંચ વરસાદ પડયો હતો..

મુંબઈમા ધોધમાર વરસાદ, પાંડવકડા ધોધમાં ચાર કોલેજિયન યુવતીઓ ડૂબી

મુંબઈ : મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે થઇ હતી અને અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી હતી. નવી મુંબઈના ખારઘર ખાતેના પાંડવકડા ધોધમાં નહાવા પડેલી કોલેજિયન યુવતીઓમાંથી ૪ યુવતીઓ તણાઈ ગઈ હતી જેમાંથી ૩ના મૃતદેહ હાથ લાગ્યા હતા. નવી મુંબઈના નેરૂલના સેક્ટર પાંચમાં આવેલી એસઆઇઇએસ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સના પહેલા વર્ષમાં ભણતી છોકરીઓનું ૯ જણનું ગ્રૂપ ખૂબ જ વરસાદ હોવાથી કોલેજમાં ગાપચી મારી ખારઘરમાં આવેલા પાંડવકડા ધોધમાં પિકનિક મનાવવા પહોંચી ગયું હતં. જેમાંથી પાંચ જેટલી વિર્દ્યાિથનીઓ બહાર જ રહી હતી. જ્યારે સવારે ૧૧ વાગ્યાના સુમારે નહાવા પડેલી ૪ યુવતીઓ ધોધના વહેણમાં અચાનક જ વધારો થતા તણાઈ ગઈ હતી. જ્યારે પાલઘર જિલ્લામાં ભારે વરસાદના કારણે ચાર ગાય તણાઈ ગઈ હતી. થાણેના ધર્મવીર નગરમાં રહેતા ૧૮ વર્ષના સંતોષ ગોલેને વીજળીનો આંચકો લાગતા મોત થયું હતું. રંગાબાદમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા સાતમાં ધોરણના બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન