Asaduddin Owaisi Reacts On Demand Of Love Jihad Law
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘લવ જેહાદ’ના કાયદાની માંગ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, BJP પર લગાવ્યા મોટા આરોપ

‘લવ જેહાદ’ના કાયદાની માંગ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, BJP પર લગાવ્યા મોટા આરોપ

 | 4:09 pm IST
  • Share

એઆઈએમઆઈએમ (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ ‘લવ જેહાદ’ (Love Jihad) પર કાયદો લાવનારા રાજ્યોને સંવિધાન (Constitution) વાંચવાની સલાહ આપી છે. ઓવૈસીનું કહેવું છે કે આવો કોઈ પણ કાયદો સંવિધાનની કલમ 14 અને 21નું ઉલ્લંઘન છે. બીજેપી પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવીને ઓવૈસીએ કહ્યું કે, આ ફક્ત ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ચૂંટણી (Election)ને સાંપ્રદાયિક રંગ આપવા ઇચ્છે છે. ઓવૈસીએ કહ્યું કે, “આવા કાયદા સંવિધાનની કલમ 14 અને 21નું ઉલ્લંઘન હશે. જો આવું જ કરવું છે તો સ્પેશલ મેરેજ એક્ટને જ ખત્મ કરી દો. નફરતનો આ ખોટો પ્રચાર નહીં ચાલે.”

હૈદરાબાદમાં પૂર આવ્યું હતુ ત્યારે મોદી સરકારે શું મદદ કરી? 

ઓવૈસીએ કહ્યું કે, “બીજેપી બેરોજગાર યુવાનોને ભટકાવવા ઇચ્છે છે. હૈદરાબાદમાં પૂર આવ્યું હતુ ત્યારે મોદી સરકારે શું મદદ કરી? મોદી સરકાર જીએચએમસી ચૂંટણીને સાંપ્રદાયિક રંગ આપવા ઇચ્છે છે, પરંતુ આ વખતે આ કામ નહીં કરે કેમકે લોકો વાસ્તવિકતા જાણે છે.” ઓવૈસીએ કહ્યું કે, “જો તમે બીજેપી નેતાને રાત્રે ઊંઘમાંથી ઊઠાડીને કંઈ પણ પૂછશો તો તેમના મોઢામાંથી ઓવૈસી, ગદ્દાર, આતંકવાદ અને પાકિસ્તાનનું નામ નીકળશે. બીજેપીએ જણાવવું જોઇએ કે તેલંગાણા, ખાસ કરીને હૈદરાબાદને તેમણે 2019 પછી કઈ આર્થિક મદદ આપી.”

લવ જેહાદને રોકવા માટે સખ્ત કાયદો લાવવાની જાહેરાત

તાજેતરમાં જ યૂપી સરકારે પોતાના ત્યાં કથિત લવ જેહાદને રોકવા માટે સખ્ત કાયદો લાવવાની જાહેરાત કરી છે. આવી જ જાહેરાત મધ્ય પ્રદેશે પણ કરી છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે 30 ઑક્ટોબરના જૌનપુર જિલ્લામાં એક ચૂંટણી સભામાં કરી હતી, કે રાજ્ય સરકાર લવ જેહાદને સખ્તાઈથી રોકશે. અલહાબાદ હાઈકૉર્ટે પણ એક ચુકાદામાં કહ્યું હતુ કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું જરૂરી નથી. ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્ય પણ લવ જેહાદની વિરુદ્ધ કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

ન્યાય વિભાગ કાયદા પર વિચારણા કરી રહ્યું છે

બળજબરીપૂર્વક, લાલચ આપીને અથવા વિવાહ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાને એ ગુનાની શ્રેણીમાં રાખવાની વાત કહેવામાં આવી છે. અત્યારે ન્યાય વિભાગ આના પર વિચારણા કરી રહ્યું છે. પૂર્વમાં લૉ કમિશન ઑફ ઇન્ડિયાએ બળજબરીપૂર્વક ધર્માંતરણ પર રોક લગાવવા કાયદો બનાવવા માટે યૂપી ફ્રિડમ ઑફ રિલિઝન બિલ-2019નો પ્રસ્તાવ શાસનને સોંપ્યો હતો. આયોગે બીજા રાજ્યોમાં લાગૂ કાયદાને ઝીણવટપૂર્વક જોઇને પોતાનો પ્રસ્તાવ બનાવ્યો હતો.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન