Asaduddin Owaisi's 32-foot kite in Jamalpur, Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ઉત્તરાયણે ઉડશે ઓવૈસીનો વિશાળકાય પતંગ, ચૂંટણી પહેલા જ પ્રચારનું તિકડમ

અમદાવાદમાં ઉત્તરાયણે ઉડશે ઓવૈસીનો વિશાળકાય પતંગ, ચૂંટણી પહેલા જ પ્રચારનું તિકડમ

 | 7:00 pm IST
  • Share

પહેલા બિહાર, પછી બંગાળ અને હવે ગુજરાત. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin owaisi) પોતાના પતંગને હવે ગુજરાત (Gujarat)ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body elections)માં પણ ઉડાવા માંગં છે. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારે લોકો ખુબ જ પતંગ ઉડાવે છે અને ઓવૈસીની તસવીરવાળો 32 ફૂટનો વિશાળકાય પતંગ હાલમાં અમદાવાદના જમાલપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ખરેખર ઓવૈસીની પાર્ટી AIMIMનું ચૂંટણીનું પ્રતિક પતંગ છે. આવામાં જમાલપુરના લોકો દ્વારા લગાડવામાં આવેલ પતંગની સાથોસાથ ઓવૈસીના પતંગનું ચિન્હ પણ ખુબ જ ડિમાન્ડમાં છે. 32 ફૂટના આ વિશાળકાય પતંગ પર ઓવૈસીની તસવીરની સાથે ‘વેલ કમ’ અને ‘કર હર મેદાન ફતેહ’ લખવામાં આવ્યું છે.

આ વિશાળકાય પતંગને બનાવનાર લતીફ રંગરેજનું કહેવું છે કે, ગુજરાતમાં પ્રથમવાર AIMIM મેદાનમાં ઉતરી રહી છે, માટે અમે ઓવૈસીનું સ્વાગત કરવા માટે આ પતંગને બજારમાં ઉતાર્યો છે. ખાસ પ્રકારના પતંગને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ગુજરાતમાં મકરસંક્રાતિના દિવસે લોકો ખુબ જ મોજમાં પતંગ ઉડાવે છે અનમે રાજનેતાઓ પણ પતંગ બજારમાં આવે છે. પરંતુ આ પ્રથમવાર છે કે, બીજેપી અને કોંગ્રેસને છોડી આ વખતે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ની સાથે ગઠબંધન કરી ગુજરાતાની ચૂંટણી મેદાનમાં ઉતરનાર AIMIMનો પતંગ પણ આકાશમાં ઉડશે.

ગત મહિનાના અંતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને AIMIM વચ્ચે સંયુક્ત રીતે ચૂંટણી લડવાને લઇ ગઠબંધન થયુ છે. બીટીપીના અધ્યક્ષ અને આદિવાસી નેતા છોટૂ વસાવાએ તેની ઘોષણા કરતા કહ્યું કે, સ્થાનિક ચૂંટણીમાં બંન્ને પાર્ટીઓ ગઠબંધન કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢમાં કોંગ્રેસના 3 સભ્યો સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન