Asaram Bapu files mercy plea to Rajasthan Governor
  • Home
  • Featured
  • બળાત્કારના આરોપી આસારામ ગભરાયો, આજીવ કેસની સજા ઓછી કરવા કરી દયાની અરજી

બળાત્કારના આરોપી આસારામ ગભરાયો, આજીવ કેસની સજા ઓછી કરવા કરી દયાની અરજી

 | 10:05 pm IST

સાધુનાં સ્વાંગમાં શેતાન બનીને સગીર બાળા પર બળાત્કાર કરવાનાં કેસમાં દોષિત ઠરેલા અને જોધપુરની જેલમાં સજા કાપી રહેલા લંપટ આસારામે તેની સજા ઓછી કરવા રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણ સિંહ સમક્ષ દયાની અરજી કરી છે. ઉંમરને આધારે સજા ઓછી કરવા અને રહેમ કરવા આસારામે હાથ ફેલાવ્યા છે. 25 એપ્રિલે જોધપુર કોર્ટ દ્વારા સગીરા પર બળાત્કારનાં કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા કરાઈ છે. આસારામે પાંચ વર્ષ પહેલા તેના જોધપુર નજીકના આશ્રમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને હવસ સંતોષી હતી. જેમાં કોર્ટે તેને દોષિત ઠરાવ્યા હતા.

અરજી પર વિસ્તૃત રિપોર્ટ મંગાવાયો
આસારામે કોર્ટે ફરમાવેલી આ સજાને 2 જુલાઈએ હાઈકોર્ટમાં પડકારી હતી. હાલ તેમની આ અરજી પરની સુનાવણી કોર્ટમાં બાકી છે. રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણસિંહને તાજેતરમાં જ આસારામ પાસેથી દયાની અરજી મળી છે. જેને ગૃહ મંત્રાલય સમક્ષ મોકલીને તે અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. દયાની અરજીમાં આસારામે આજીવન કેદને કઠોરમાં કઠોર સજા ગણાવી છે અને તેમાં ઘટાડો કરવા માગણી કરી છે. આસારામે આ માટે તેમની ઉંમરને ધ્યાનમાં લેવા જણાવ્યું છે.

જેલ સત્તાવાળાઓએ રિપોર્ટ માગ્યો
જોધપુર સેન્ટ્રલ જેલ દ્વારા આ અરજી પર જિલ્લા સત્તાવાળાઓ અને પોલીસ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. જોધપુર સેન્ટ્રલ જેલનાં વડા કૈલાસ ત્રિવેદીએ કહ્યું હતું કે અમને આસારામની દયાની અરજી મળી છે. જે અંગે અમારે જિલ્લા સત્તાવાળાઓ તેમજ પોલિસને રિપોર્ટ આપવાનો છે.

આપને જણાવી દઇએ કે 16 વર્ષની પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેને 5 ઑગસ્ટ, 2013ની રાત્રે જોધપુરના મનઇ વિસ્તાર સ્થિત પોતાના આશ્રમ બોલાવી અને તેના પર દુષ્કર્મ કર્યું. પીડિતા યુપીના શાહજહંપુરની છે અને આસારામના મધ્યપ્રદેશના છિંદવાડા સ્થિત આશ્રમમાં અભ્યાસ કરતી હતી.