આસારામ જમીનકાંડ: ગેરકાયદે કરોડોની જમીન પર કબ્જો જમાવવા બદલ દંડ માત્ર રૂ. 21,356 - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • આસારામ જમીનકાંડ: ગેરકાયદે કરોડોની જમીન પર કબ્જો જમાવવા બદલ દંડ માત્ર રૂ. 21,356

આસારામ જમીનકાંડ: ગેરકાયદે કરોડોની જમીન પર કબ્જો જમાવવા બદલ દંડ માત્ર રૂ. 21,356

 | 4:18 pm IST

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર દરમિયાન આજે આસારામનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં આસારામ આશ્રમ સહિત કરોડોની જમીન પર કરાયેલા કબ્જો જમાવી ઉપયોગ કરવા બદલ ફટકારાયેલા દંડનો મુદ્દો પણ ઉછળ્યો હતો. વિપક્ષ તરફથી ગૃહમાં આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસૂલમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં ગેરકાયદે જમીનનો કબજો મેળવી ઉપયોગ કરવા બદલ આસારામને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

જોકે આ આ મામલે વિપક્ષે દંડની રકમને પણ મુદ્દો બનાવી હતી. સરકારે દંડ વસૂલવામાં રહેમ દર્શાવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે કરોડોની જમીન પર કબ્જો મેળવીને ઉપયોગ લેવા બદલ આસારામને સરકારે માત્ર રૂ.21,356 રૂપિયાનો જ દંડ કર્યો હતો. જ્યારે આ મુદ્દે સરકારે ગૃહમાં કબૂલાત કરતાં સ્વીકાર્યું હતું કે દંડ પેટે મામૂલી રકમ સરકારે વસૂલી હતી.

ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન સામે મહેસૂલ મંત્રી લેખિતમાં જવાબ આપ્યો હતો.